વ્યારા નગરના સિંગી ફળિયામાં મંગળવારે મુખ્ય માર્ગ પર તેમજ ત્રણ ઘરમાં પાણી ભરાયા હતા. જ્યારે મિશ્ર શાળાની સામે આવેલા વિસ્તારમાં પાણી ભરાયા હતા. જ્યારે કાનપુરા મેઈન રોડ પર પાણી ભરાવાને પગલે નગરજનોએ હાલાકી નો સામનો કરવો પડ્યો હતો.તેમજ વ્યારાના ગોલ્ડન એરિયામાં એક વૃક્ષ તૂટી પડ્યું હતું જેના કારણે વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો જોકે બાદમાં વૃક્ષને હટાવી દેવામાં આવતા વાહન ચાલકોએ અને રાહદારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.]
જોકે ત્રણ-ચાર કલાક પાણી ભરાયા બાદ પાલિકા દ્વારા ચેમ્બરોને જેસીબી વડે ખોલી પાણીના નિકાલ થવાને કારણે પરિસ્થિતિ સામાન્ય બની હતી.વ્યારા નગરમાં મંગળવારે કેટલાક વિસ્તારોમાં ગટરોનું પાણી તેમજ વરસાદી લાઈનનું પાણી ઓવરફ્લો થઈ જતા પાણીના નિકાલના અભાવે પાણીનો ભરાવોથયો હતો.
વ્યારા નગરપાલિકાનાં વિવિધ વિસ્તારમાં જેમાં સિંગી ફળિયામાં મુખ્ય માર્ગ પર તેમજ આંગણવાડીમાં બે ફૂટ જેટલા પાણી ભરાયા હતા. જ્યારે સિંગી ફળિયામાં માર્ગની બાજુમાં આવેલા ત્રણ જેટલા ઘરોમાં બે ફૂટ જેટલા પાણીઓ ભરાતા પરિવારજનોની મુશ્કેલીઓ વધી ગઈ હતી. સ્થાનિકોની મદદ કરી સામાન યોગ્ય સ્થળે ખસેડવા આવ્યો હતો.વ્યારાના મિશ્ર શાળાની પાસે પસાર થતા માર્ગ પર 2 ફૂટ જેટલા પાણી ભરાઈ જવાને કારણે આ વિસ્તાર બેટ બની ગયો હતો.
પાણીના નિકાલના અભાવે વાહન ચાલકો તેમજ રાહદારીઓએ તેમજ સ્થાનિકોએ અવરજવરમાં ભારે મુશ્કેલી પડી હતી બીજી તરફ વ્યારા નગરના કાનપુરા તરફ જતા મુખ્ય માર્ગ પર પણ બે ફૂટ જેટલા પાણી ભરાયેલા વાહન ચાલકોને ભારે અસર થઈ હતી.વ્યારા નગરપાલિકા દ્વારા મિશ્ર શાળા પાસે નગર પાલિકાના કર્મચારીઓ દ્વારા જેસીબીથી પાણી નિકાલની કામગીરી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500