પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા.૨૬ માર્ચના ‘મન કી બાત’ના ૯૯માં એપીસોડમાં ભરૂચના અંકલેશ્વરના હજાત ગામના અંગદાન કરનાર શૈશવ પટેલની અંતિમ યાત્રાને યાદ કરી હતી. પ્રસારણમાં સ્મશાન યાત્રા બતાવવામાં આવી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અંગદાન અંગે આવેલી જાગૃતતાનો ઉલ્લેખ કરી લોકોને અંગદાન કરવા આગળ આવવા અપીલ કરી હતી. આ પ્રસંગે સ્વ.શૈશવના પરિવારજનો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા હતા. અત્રે ઉલ્લેખનિય ગત ૧૮ માર્ચના રોજ અંકલેશ્વર સ્થિત હજાત ગામના સ્વ.૨૪ વર્ષીય શૈશવએ સાત વ્યક્તિને જીવનદાન આપ્યું છે. ૧૩ માર્ચના રોજ તરિયા બસ સ્ટેન્ડ નજીક બુલેટને નડેલા અકસ્માતમાં ટૂંકી સારવાર બાદ સુરત ખાતે મોત નીપજ્યું હતું. પરિવારની સહમતી અંગદાન કર્યા બાદ પાર્થિવ દેહ ગામ ખાતે આવતા પુષ્પ વર્ષા સાથે ″શૈશવ અમર રહો″ના નારા લાગ્યા હતા.
હૃદય હાંસોટ સુણેવ ગામના ૨૨ વર્ષીય યુવાનમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું તો અમદાવાદમાં 6 વ્યક્તિને ફેફસા, લીવર, કિડની અને ચક્ષુઓનું દાન નવજીવન આપ્યું હતું. જેની નોંધ દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા લેવામાં આવી હતી. મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દ્વારા અંગદાન પર ભાર મૂક્યો હતો. તેમના દ્વારા અંગદાન પ્રત્યે આવેલી જાગૃતિ અંગે નોંધ લઇ અન્ય લોકોને પણ અંગદાન કરવા અપીલ કરી હતી. તેમજ તેનો આ કાર્યક્રમ દરમિયાન સ્વ. શૈશવ પટેલની અંતિમ યાત્રાના દ્રશ્યો બતાવવામાં આવ્યા હતા. તો સુરત ખાતેના ફોટો પણ દર્શાવામાં આવ્યો હતો અને મન કી બાત કાર્યક્રમ થકી પરિવારને અભિનંદન પણ પાઠવ્યા હતા. ત્યારે અંકલેશ્વરનું નામ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અંગદાન અંગે દેશવ્યાપી લેતા પરિવારજનો પણ પોતાના પુત્રની નોંધ લેવાતા ભાવ વિભોર બન્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application