Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચીખલીનાં માંડવખડક ગામે પિતા-પુત્રી પર હુમલો, પોલીસે આરોપીને ગણતરીનાં કલાકોમાં કરી ધરપકડ

  • September 07, 2024 

ચીખલી તાલુકાનાં માંડવખડક ગામનાં પટેલ ફળિયામાં રહેતા હેમાંક્ષીબેન રતિલાલ કરસનભાઈ પટેલ (ઉ.વ.૩૦) ખેરગામ પોલીસ મથકમાં આપેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર ચંદ્રકાંત જેંતીલાલ વણકર (રહે.અમદાવાદ અજય ટેનામેન્ટ અમરાઈવાડી, રવિકિરણ સોસાયટી, મકાન નંબર ૨૨,અમદાવાદ) માંડવખડક પટેલ ફળિયામાં ઈટના ભઠ્ઠા પાસે આવી ખેતરે જતી તેણીને રોકી ઉભી રાખી હતી અને હું તને શું તકલીફ આપું છું. તું મારી સાથે નથી આવવાની તેમ કહી તેણીનો હાથ પકડી ખેંચતો હતો.


તે વેળાએ તેના પિતા રતિલાલ ત્યાં આવી પહોંચતા તે વખતે પણ તેણીનો હાથ ખેંચતો હતો અને આજે તો હું તને મારી સાથે લઈ જઈશ. અને નહીં આવે તો તને છોડવાનો નથી અને જાનથી મારી નાખીશ એમ જણાવી તેમને પેટની ડાબી બાજુ નાજુક ભાગે ચપ્પુના મારી લોહી લુહાણ કરી મુકી હતી. ત્યારે તેના પિતા રતિલાલભાઈ તેને બચાવવા જતા તેમને પણ ડાબા હાથના કાંડાના ઉપરના ભાગે તેમજ છાંતીમા ચપ્પુથી ગંભીર ઈજા કરી જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.


પોલીસે આરોપી ચંદ્રકાંત જયંતીલાલ વણકરની ગણતરીનાં કલાકોમાં જ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે હેમાક્ષીબેનની ફરિયાદને આધારે પોલીસે ચંદ્રકાંત જેંતીલાલ વણકર (રહે.અમદાવાદ અમરાઈવાડી રવિ કિરણ સોસાયટી મકાન નંબર-૨૨, તા-જી અમદાવાદ) સામે ગુનો નોંધી ઘટનાની વધુ તપાસ પી.એસ.આઈ એમ બીગામીટે હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે હેમાક્ષીબેન ને બે વર્ષ અગાઉ ચંદ્રકાંત વણકર સાથે પ્રેમ સંબંધ હતો અને ત્યારબાદ અમદાવાદ ખાતે તેના ઘરે એક વર્ષ સુધી રહી હતી અને ત્યારબાદ તેમની સાથે મનમેળ ન થતાં તે પોતાના પિતાના ઘરે છેલ્લા ત્રણ માસથી માંડવખડક પરત આવી ગઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News