Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

શહેરમાં ચાલતા મસાજ પાર્લરના સંચાલકોએ જરૂરી વિગતો પોલિસ વિભાગમાં ફરજિયાત રજૂ કરવી

  • June 04, 2022 

સુરત શહેરના કેટલાક રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તારોમાં સ્પા અને મસાજ પાર્લર ચલાવવાની આડમાં નશીલા કેફી દ્રવ્યોનું સેવન, દેહ વ્યાપાર અને કેટલાક ગેરકાયદે કૃત્યો, ગુનાઇત પ્રવૃત્તિ ચાલતી હોવાની માહિતીના પગલે શહેર પોલિસે આ ગેરકાયદે પ્રવૃત્તિને અટકાવવા માટે એક જાહેરનામુ બહાર પાડી શહેર વિસ્તારમાં પ્રત્યેક સ્પા અને મસાજ પાર્લરના સંચાલકોએ પોતાની તેમજ તેને ત્યાં કામ કરતા કર્મચારીઓની ફોટા સહિતની માહિતી પોલીસને અનિવાર્ય પણે આપવા માટે હુકમ કર્યો છે.




સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જારી કરેલા જાહેરનામા મુજબ સ્પા અને મસાજ પાર્લરના માલિકો અથવા સંચાલકોએ પોતાની નામ સરનામા અને મોબાઇલ નંબર, ફોટોગ્રાફ સહિતની તમામ વિગતો આપવાની રહેશે. આ ઉપરાંત મસાજ પાર્લરમાં કામ કરનારી પ્રત્યેક વ્યક્તિની વિગતો પણ ફોટાગ્રાફ સાથે આપવાની રહેશે. સ્પા કે મસાજ પાર્લરમાં બહારના રાજ્યની કોઇ વ્યક્તિ કામ કરતી હોય તો તેના વતનની વિગતો સાથે ઓળખના પુરાવા રજૂ કરવાના રહેશે. જો કોઇ વ્યક્તિ વિદેશી હોય તો તેના પાસપોર્ટની વિગતો પોલીસને આપવાની રહેશે.આ જાહેરનામું તા.૨/૮/૨૦૨૨ સુધી અમલી રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application