74મો સ્વાતંત્ર્ય પર્વ તિલકવાડા ખાતે યોજાયેલ જેમાં તિલકવાડા તાલુકાના મામલતદારે માસ્ક વગર ધ્વજ વંદન સહિત અન્ય કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો ત્યારબાદ તેમની તસવીરો ફરતી થતા જ તેમણે પોતાની ભૂલ સ્વીકારી નિયમ મુજબ સ્વૈચ્છિક એક હજાર રૂપિયા દંડ ભરી અન્યો ને પણ નિયમનું પાલન કરવા પ્રેરણા આપી હતી. નર્મદા સહિત સમગ્ર દેશ માં હાલ કોરોના કહેર જોવા મળી રહ્યો છે તેવા સમયે 15મી ઓગસ્ટ ના દિવસે આખા દેશમાં સરકારના જાહેરનામાનાં અમલ સાથે 74 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ હતી. કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે જેથી સરકારે જાહેરનામું બહાર પાડી દરેક લોકોએ માસ્ક ફરજીયાત પહેરવું,સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું સહિતનાં અનેક નિયમો ફરજિયાત બનાવ્યા છે. પરંતુ નર્મદા જિલ્લાના તિલકવાડા મામલતદાર પી.કે.ડામોરે સરકારના જાહેર નામાનો ભંગ કરી માસ્ક વગર ધ્વજવંદન અને વૃક્ષારોપણ કર્યું હતું જેથી એમની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહીની માંગ ઉઠી હતી. ત્યારબાદ આ બાબત ની તસવીરો વાયુવેગે જિલ્લામાં ફરતી થતા આખરે આ અધિકારી ને પોતાની ભૂલ સમજાઈ હતી અને સ્વૈચ્છિક રીતે તેમણે તિલકવાડા પંચાયત માં એક હજાર દંડ ની રકમ ભરી તેની રસીદ પણ મેળવી પોતાની ભૂલ સ્વીકારી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application