કોલકાતામાં આર.જી. કર હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર પર રેપ બાદ હત્યાની ઘટનાને કારણે ઘેરાયેલી પશ્ચિમ બંગાળની સરકારે બળાત્કારીને ફાંસીની સજા આપવા માટે કાયદામાં સુધારાનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. આ ડ્રાફ્ટને આજે બંગાળની વિધાનસભાના વિશેષ સત્ર દરમિયાન રજૂ કરવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિધાનસભામાં વિશેષ સત્ર બોલાવીને અપરાજિતા મહિલા અને ચાઈલ્ડ બિલ રજૂ કર્યું છે. ત્યારબાદ સભામાં આ બલ પર ચર્ચા શરૂ થઈ હતી. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આ બિલને ઐતિહાસિક ગણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે ‘હવે CBI ન્યાય અપાવશે. આ બિલ પ્રમાણે જો કોઈ દોષી બળાત્કારીની કરતૂતોને કારણે પીડિતાનું મોત થાય તો તેવા મામલામાં ગુનેગારને ફાંસીની સજા આપવામાં આવશે. મમતા સરકારના આ બિલનું વિપક્ષી પાર્ટી ભાજપે પણ સમર્થન કર્યું છે. વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ કહ્યું કે, ભાજપ એન્ટી રેપ બિલનું સંપૂર્ણ સમર્થન કરે છે. અમે ઈચ્છીએ છીએ કે આ કાયદો ઝડપથીથી લાગુ કરવામાં આવે. આ રાજ્ય સરકારની જવાબદારી છે. મમતા સરકારના આ બિલનું વિપક્ષી પાર્ટી ભાજપે પણ સમર્થન કર્યું છે.
વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ કહ્યું કે, ભાજપ એન્ટી રેપ બિલનું સંપૂર્ણ સમર્થન કરે છે. અમે ઈચ્છીએ છીએ કે આ કાયદો ઝડપથીથી લાગુ કરવામાં આવે. આ રાજ્ય સરકારની જવાબદારી છે. સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે 9 ઓગસ્ટના રોજ કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં એક જુનિયર ડોક્ટરની રેપ બાદ હત્યા કરવામાં આવી, તે સમયે હું ઝાડગ્રામમાં હતી. જ્યાં સુધી આ કેસ કોલકાતા પોલીસના હાથમાં હતો ત્યાં સુધી હું ઝાડગ્રામમાં જ હતી. ઘટનાની જાણકારી મળતા જ મેં પીડિત પરિવાર સાથે મુલાકાત કરી. સીએમએ એમ પણ કહ્યું કે, CBIને કેસ સોંપતા પહેલા મારે રવિવાર સુધીનો સમય જોઈતો હતો. મારી પોલીસ એક્ટિવ હતી. અમે ઈચ્છીએ છીએ કે, CBI કેસની તપાસ કરે અને પીડિતાને ન્યાય અપાવે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500