પશ્ચિમ બંગાળમાં EDએ મોટી કાર્યવાહી કરતા કથિત રાશન વિતરણ કૌંભાડમાં શંકર આધ્યાની ધરપકડ કરી છે. આ પહેલા EDએ તેમના સસરાના ઘરે દરોડા પાડ્યા હતા ત્યારે રોકડ ભરેલો કબાટ મળી આવ્યો હતો અને રકમને રિકવર કરી હતી. પશ્ચિમ બંગાળમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કથિત રાશન વિતરણ કૌભાંડમાં સવારે બોનગાંવ નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ શંકર આધ્યાની ધરપકડ કરી છે. આ પહેલા ગતરોજ આ કેસમાં શંકર આધ્યા અને તૃણમૂલ કોંગ્રેસના નેતા શેખ શાહજહાંના ઘર પર ED અધિકારીઓ જ્યારે દરોડા પાડવા જઈ રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.
EDએ ગતરોજ સાંજે શંકર આધ્યાના સાસરના ઘરેથી 8 લાખ 50 હજાર રૂપિયા રિકવર કર્યા હતા. ત્યારબાદ અડધી રાત્રે કાર્યવાહી કરીને બોનગાંવ નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ શંકર આધ્યાની ધરપકડ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમને કોલકાતાના CGO કોમ્પ્લેક્સમાં લાવવામાં આવશે તેમજ આજે સવારે મેડિકલ તપાસ બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે. તેમની ધરપકડ સમયે ભારે ભીડ જોવા મળી હતી. આ પહેલા સવારે EDના અધિકારીઓ પર સરબેરિયા વિસ્તારમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોએ અને TMC નેતા શેખ શાહજહાંના સમર્થકોએ CRPF જવાનોની હાજરીમાં અધિકારીઓને માર મારવામાં આવ્યો હતો, ત્યારે અધિકારીઓએ પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગવાની ફરજ પડી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application