Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહારાષ્ટ્ર સરકારે નાઇટ કરફ્યુ કે લોકડાઉનનો નિર્ણય નથી લીધો : આરોગ્ય પ્રધાન

  • January 07, 2022 

મુંબઇમાં કોરોનાના દર્દીની સંખ્યા ઝડપથી વધી રહી છે છતાં મુંબઇ લાઇફ લાઇન ગણાતી લોકલ સેવા બંધ કરવાનો સરકારનો વિચાર નથી, એમ આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું હતું. આ સિવાય હાલમાં લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય સરકારનો નથી એમ સ્પષ્ટ શબ્દમાં રાજેશ ટોપેએ ઉમેર્યું હતું. આ સિવાય વિકેન્ડ લોકડાઉન, કર્ફ્યુ મૂકવાનો કે લોકલ સેવા બંધ કરવાનો અત્યારે સરકારનો નિર્ણય નથી, એમ ટોપેએ જણાવ્યું હતું. જોકે એન.સી.પી.ના વડા શરદ પવારે રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ જાણવા માટે સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠકમાં આરોગ્ય મંત્રી રાજેશ ટોપે, ગૃહમંત્રી દિલીપ વળસે પાટીલ ઉપસ્થિત હતા. આરોગ્યમંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે, શરદ પવાર દરરોજ મારો સંપર્ક કરે છે અને કોરોના બાબતેની પરિસ્થિતિની જાણકારી લે છે.જયારે આ બેઠકમાં કોરોનાને રોકવા ઉપાય અને શું પ્રતિબંધ મૂકવામાં આવશે આ બાબતે ચર્ચા થઇ હતી. અત્યાવશ્યક સેવા સિવાય અન્ય ખાનગી સેવાને લીધે કોરોના વકરતો હોય તો તે બાબતે પ્રતિબંધો વધુ વધારવાની ગરજ હોય તે કરવું આ સંદર્ભે ચર્ચા થઇ હતી. મુંબઇની ઉપનગરીય લોકલ રેલવેના પ્રવાસીઓ પર અત્યારે કોઇપણ પ્રતિબંધ લાગુ કરાશે નહિ એમ મંત્રાલયના ઉચ્ચ અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે એટલે કે લોકલ સેવા બંધ કરવાનો વિચાર નથી, એમ રાજેશ ટોપેએ જણાવ્યું હતું. પરંતુ સાર્વજનિક કાર્યક્રમ, લગ્ન સંબંધેના નિયમો કઠોર રીતે અમલમાં મૂકવા જોઇએ. કોરોનાના દર્દીઓની સંખ્યા નિયંત્રણમાં કેવી રીતે લાવી શકાય એ અંગે શરદ પવારે માહિતી એકઠી કરી હતી. રાજ્યમાં વિકેન્ડ લોકડાઉન કે નાઇટ કર્ફ્યુ લગાડવામાં આવશે નહિ, એમ રાજેશ ટોપેએ જણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application