મહારાષ્ટ્રમાં ભાજપે નવ બેઠકો જીતી છે, ત્યારે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં ભાજપના નબળા પ્રદર્શનની જવાબદારી સ્વિકારી રાજીનામાની ઓફર કરી છે. તેમણે કહ્યું કે, ‘મહારાષ્ટ્રમાં ભાજપનું નેતૃત્વ મારા હાથમાં હતું, તેથી હું પક્ષના ખરાબ પ્રદર્શનની જવાબદારી લઉ છું. હું આગામી ચૂંટણીઓમાં પક્ષ માટે વધુ મહેનત કરવા માંગું છું, તેથી હું ભાજપ હાઈકમાન્ડને વિનંતી કરું છું કે, તેઓ મને સરકારની જવાબદારીમાંથી મુક્ત કરે.’ જોકે હજુ સુધી તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે, તેમનું રાજીનામાનો સ્વિકાર કરાયો છે કે નહીં.
મહારાષ્ટ્ર લોકસભા ચૂંટણીના પરિણામોની વાત કરીએ તો રાજ્યની 48 બેઠકોમાંથી કોંગ્રેસ 13 બેઠકો પર, શિવસેના યુબીટી નવ બેઠકો પર અને શરદ પવારની પાર્ટી એનસીપી આઠ બેઠકો પર વિજય મેળવ્યો છે. જ્યારે ભાજપ નવ બેઠકો પર, શિંદેની શિવસેના સાત, અજિત પવારની એનસીપીએ એક બેઠક જીતી છે. આમ રાજ્યમાં ઈન્ડિ ગઠબંધને 30 બેઠકો અને NDAએ 17 બેઠકો જીતી છે. રાજ્યમાં ગત લોકસભા ચૂંટણીની વાત કરીએ તો, ભાજપે રાજ્યની 48 લોકસભા બેઠકો 25 બેઠકો પર ઉતારેલા ઉમેદવારોમાંથી 23 ઉમેદવારોનો વિજય થયો હતો, જ્યારે શિવસેનાએ રાજ્યના 23 ઉમેદવારોમાંથી 18, એનસીપીના 19માંથી ચાર, કોંગ્રેસના 25માંથી એક ઉમેદવારનો વિજય થયો હતો. જ્યારે AIMIMએ એક ઉમેદવારને મેદાનમાં ઉતાર્યો હતો અને તેનો વિજય થયો હતો. જ્યારે એક બેઠક અપક્ષને ફાળે પણ ગઈ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500