મહારાષ્ટ્રનાં જલગાંવનાં અમલનેરમાં રાત્રે બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી. મારામારી અને પથ્થરમારાની ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી. પરંતુ ઉપદ્રવીઓ વધુ ઉગ્ર બની ગયા હતા. તેઓએ પોલીસ ટીમ પર પથ્થર મારો કર્યો હતો. ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. પોલીસની અનેક ટીમો શહેરનાં માર્ગો પર પેટ્રોલિંગ કરી રહી છે. ADG સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે હિંસામાં 4 પોલીસકર્મી પણ ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે સામાન્ય વિવાદમાં હિંસા શરૂ થઈ હતી. અમલનેરામાં દીવાલ પર એક સમુદાયનાં કેટલાક બાળકો પેશાબ કરી રહ્યા હતા.
જેનો બીજા પક્ષનાં લોકોએ વિરોધ કર્યો વ્યક્ત કર્યો હતો. શરૂઆતમાં તો મામુલી દલીલ થઈ પરંતુ જોત-જોતામાં બંને પક્ષોના લોકો મારપીટ પર ઉતરી આવ્યા. મારપીટની ઘટના શુક્રવારે લગભગ 10 વાગ્યે બની હતી. પોલીસે અમલનેર શહેરથી 34 લોકોને કસ્ટડીમાં લીધા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આગામી બે દિવસ સુધી કર્ફ્યુ લગાવવામાં આવ્યુ છે. મળતી માહિતી પ્રમાણે શહેરનાં જિંજર ગલી અને સરાફ બજારમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ અધિકારીઓએ લોકોને અપીલ કરી છે કે, તેઓ કોઈપણ ભ્રામક સમાચાર પર ધ્યાન ન આપે. જો કોઈ વ્યક્તિ અફવા ફેલાવવાનો પ્રયાસ કરે તો તરત જ પોલીસને જાણ કરો. પોલીસ આવા લોકો સામે કડક કાર્યવાહી કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application