Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તામિલનાડુમાં 51 સ્થળો પર રેલી અને જાહેર સભાઓ યોજવા મદ્રાસ હાઈકોર્ટેની મંજૂરી

  • October 01, 2022 

મદ્રાસ હાઈકોર્ટે ગતરોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ને તામિલનાડુમાં સૂચિત તા.2જી ઓક્ટોબરનાં બદલે 6ઠ્ઠી નવેમ્બરે 51 સ્થળો પર રેલી (પથસંચલન) અને જાહેર સભાઓ યોજવા મંજૂરી આપી છે. RSSની કન્ટેમ્પ્ટ અરજીની સુનાવણી કરતી વખતે ન્યાયાધીશ જી. કે. ઈલાન્થિરૈયને રાજ્ય સરકાર અને પોલીસને સંઘને રેલી યોજવાની મંજૂરી આપવા આદેશ આપ્યો હતો અને ગત તા.31મી ઓક્ટોબર સુધીમાં કોર્ટને તેની જાણ કરવા પણ જણાવ્યું હતું. ન્યાયાધીશે સરકાર અને પોલીસને ચેતવણી આપતાં કહ્યું છે કે, RSSને રેલીની મંજૂરી આપવામાં નહીં આવે અથવા કોઈ નિર્ણય નહીં લેવાય તો અધિકારીઓ સામે કન્ટેમ્પ્ટની કાર્યવાહી હાથ ધરાશે.




ન્યાયાધીશે ઉમેર્યું કે, તમારી ચિંતા ગત તા.2જી ઓક્ટોબર ગાંધી જયંતી સંબંધે હોય તો 6ઠ્ઠી નવેમ્બરે પણ પથસંચલન અને જાહેર સભાઓ યોજવા મંજૂરી આપી શકાય છે. RSSએ ગત તા.2જી ઓક્ટોબરે રાજ્યભરમાં અનેક સ્થળો પર પથસંચલન અને જાહેર સભાઓ યોજવા મંજૂરી માંગી હતી. પરંતુ રાજ્ય સરકારે પીએફઆઈ પર એનઆઈએની કાર્યવાહીના કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં RSSને રેલી યોજવા મંજૂરી આપવાનો ઈનકાર કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News