Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મધ્યપ્રદેશ : બસ અને ડમ્પર વચ્ચેનાં ગંભીર અકસ્માતમાં 13 મુસાફરો જીવતા સળગી મોતને ભેટ્યા

  • December 28, 2023 

મધ્યપ્રદેશમાં ગુનાથી આરોન જતી સિકરવાર બસમાં બુધવારે રાતે આશરે 08:30 વાગ્યે એક ડમ્પરે જોરદાર ટક્કર મારી દીધી હતી. જેના બાદ ડીઝલ ટેન્ક ફાટી જતાં બસ આગનો ગોળો બની ગઈ હતી જેમાં 13 મુસાફરો જીવતા ભડથું થઈ ગયા હતા. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, ઘણાની હાલત હજુ ગંભીર જણાવાઈ રહી છે. હજુ પણ બચાવ કામગીરી ચાલી રહી છે. ભયંકર રીતે મૃતદેહો દાઝી જવાને કારણે મુસાફરોની ઓળખ કરવી પણ મુશ્કેલ થઇ રહી છે.




જ્યારે દુર્ઘટનાની જાણકારી મળી તો મુખ્યમંત્રી ડૉ.મોહન યાદવે દુઃખ વ્યક્ત કરતાં તપાસના આદેશ આપ્યા હતા. માહિતી અનુસાર દરરોજની જેમ 32 સીટર સિકરવાર બસ બુધવારે રાતે આશરે આઠ વાગ્યે ગુનાથી આરોન જઈ રહી હતી. તે સમયે અકસ્માત સર્જાયો હતો. બસ વીમા અને ફિટનેસ સર્ટિ વગર જ દોડાવાઈ રહી હતી. બસ ફિટનેસ સર્ટિની મુદ્દત ફેબ્રુઆરી 2022માં પતી ગઈ હતી અને વીમા મુદ્દત 30 એપ્રિલ 2021નાં રોજ સમાપ્ત થઈ ગઇ હતી. પરિવહન વિભાગ તથા જવાબદારોની અવગણનાને લીધે બસની નિયમિત તપાસ થઈ નહોતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application