થાણે ક્રાઇમ બ્રાન્ચે ધુળેના ગામમાં મશીનગન,૨૦ પિસ્તોલ અને ૨૮૦ કારતૂસો પકડી પાડીને ફરાર આરોપીની ધરપકડ કરી હતી.આરોપીની ઓળખ સુરજિતસિંહ ઉર્ફે માઝા અવસિંહ (૨૭) તરીકે થઇ હોઇ તે મધ્ય પ્રદેશના બડવાની જિલ્લાનો વતની છે. થાણેના વાગલે એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં ૨૦૨૨માં નોંધાયેલા આર્મ્સ એક્ટના કેસમાં સુરજિતસિંહ ફરાર હતો.
પોલીસના જણાવ્યા અનુસાર આ કેસમાં અગાઉ ત્રણ જણની ધરપકડ કરીને તેમની પાસેથી શો જપ્ત કરાયાં હતાં, જેનો ઉપયોગ તેઓ લૂંટ ચલાવવામાં કરવાના હતા. દરમિયાન આ કેસમાં ફરાર સુરજિતસિંહ ધુળેના પલાસનેર ગામમાં મોટા પ્રમાણમાં શો વેચવા માટે આવવાનો છે, એવી માહિતી થાણે ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-પાંચના અધિકારીઓને મળી હતી. આથી પોલીસ ટીમ ત્યાં રવાના થઇ હતી અને ૧૦ જુલાઇએ છટકું ગોઠવીને સુરજિતસિંહને તાબામાં લીધો હતો. સુરજિતસિંહ પાસેથી મશીનગન, ૨૦ પિસ્તોલ, બે મેગેઝિન અને કારતૂસોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.સુરજિતસિંહની ધરપકડ કરાયા બાદ તેને સ્થાનિક અદાલતમાં હાજર કરાયો હતો, જ્યાં તેને ૧૮ જુલાઇ સુધીની પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી. આરોપી આ શો કોને વેચવા આવ્યો હતો, જેની તપાસ કરવામાં આવી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500