સ્મીમેર મેડીકલ કોલેજમાં એમ.બી.બી.એસની વિધાર્થીની મચ્છર ભગાડવાનું લિકવીડ પી જતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. માનસિક તકલીફની દવાના લીધે તેને વાંચવામાં તકલીફ પડતી હોવાથી આ પગલુ ભર્યુ હોવાની સકયતા છે.
સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ મુળ હિંમતનગરની વતની અને હાલમાં સ્મીમેર મેડીકલ કોલેજની હોસ્ટમાં રહેતી ૨૩ વર્ષીય યુવતી સ્મીમેર મેડીકલ કોલેજમાં એમ.બી.બી.એસના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. શુક્રવારે વહેલી સવારે હોસ્ટેલના રૃમમાં મચ્છર ભગાડવાનું લીકવીડ પી ગઇ હતી. જોકે તેની પરિચિત અન્ય વિધાર્થીની ખબર પડતા તેને તરત સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઇ ગયા હતા. સુત્રો જણાવ્યુ કે યુવતીની આજે કલીનીકલ પોસ્ટની ટ્રમ એકઝામ હતી. જયારે તેને માનસિક તકલીફની દવા ચાલતી હતી. જોકે દવાના લીધે તેનાથી વાંચનમાં તકલીફ પડતી હોવાથી આ પગલુ ભર્યુ હશે. જોકે આગાઉ પણ તેણે કફ સીરપ પી ગઇ હોવાનું સુત્રો કહ્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application