Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહુવા તાલુકાના બુટવાડા, કણબીવાડ ખાતે ઈફ્કો કંપનીના નીમ કોટેડ યુરિયા ખાતરનો ઔદ્યોગિક વપરાશ કરતા ૨ શખ્સો ઝડપાયા

  • October 01, 2022 

સુરત જિલ્લાના મહુવા તાલુકાના બુટવાડા, કણબીવાડ ખાતે સરકારની સબસિડીવાળા રાસાયણિક ખાતર યુરિયાનો ઔદ્યોગિક વપરાશ કરતા ૨ શખ્સોને કુલ ૨૪ બેગના  જથ્થા સાથે ખેતીવાડી અધિકારીઓએ સ્થળ તપાસ દરમિયાન ઝડપી પાડ્યા હતા. સાથોસાથ તેઓની પાસેથી ઈમ્પોર્ટેડ બાય  ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા, પેક્ડ અને માર્કેટેડ બાય ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કો.ઓપ.લિમિટેડ-નવી દિલ્હીના માર્કાવાળી ઓગસ્ટ-૨૦૨૨ના લોટ નં.૨૧ની કુલ ૮ થેલીઓ તેમજ કોઈ પણ લખાણ વગરની કુલ ૧૮ થેલીઓ પેકિંગમાં મળી આવી હતી.




આ કેસની પ્રાથમિક તપાસમાં આ બે આરોપીઓ (૧) ભરતભાઈ ઉર્ફે વિક્કીભાઈ પુખરાજભાઈ ચંદેલ (ઉ.વ.૩૪)રહે.વલવાડા ગામતળ ફળીયુ, તા.મહુવા અને (૨) રાજુભાઈ પરસોત્તમભાઈ પરમાર (ઉ.વ.૩૨) રહે.બુટવાડા હરિજનવાસ, તા.મહુવા દ્વારા નીમ કોટેડ યુરિયાનો ખેતીમાં વપરાશ કરવાને બદલે ઔદ્યોગિક વપરાશ થઈ રહ્યો હોવાનું જણાતા ખાતર નિયંત્રણ હુકમ- ૧૯૮૫ની જોગવાઈઓના ભંગ બદલ સજાપાત્ર ગુનો કર્યો હોવાથી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application