Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી એલસીબી પોલીસનો ખૌફ:દેશીદારૂની ફેરાફેરી કરતા ખેપિયાઓ મોપેડ બાઈક મૂકી નાશી છુટ્યા,બે જણા વોન્ટેડ

  • August 30, 2020 

તાપી જીલ્લા એલસીબીએ આજરોજ વધુ એક મોપેડ બાઈકના ચોર ખાના માંથી દેશીદારૂ ઝડપી પાડ્યો છે, જોકે આ બનાવમાં દારૂની ફેરફારી કરતા ખેપિયાઓ મોપેડ બાઈક મૂકી ફરાર થઇ જતા તેઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

 

મળતી માહિતી અનુસાર તાપી જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ આજરોજ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ લેબજીભાઈ પરબતભાઈને મળેલ બાતમીના આધારે સોનગઢ તાલુકાના ચાપાવાડીથી રામપુરા જતા રસ્તા ઉપર વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી મોપેડ બાઈક આવતા તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મોપેડ સવાર બે ખેપિયાઓ એક સ્કુલ પાસે મોપેડ બાઈક મૂકી નાશી છુટ્યા હતા.

 

સ્થળ પર પહોચેલી પોલીસે તપાસ કરતા મોપેડ બાઈક નંબર જીજે/19/એપી/4417 ના સીટની ડીકી તથા આગળ હેડલાઈટના ઉપરના ભાગે ચોરખાના માંથી ભારતીય બનાવટનો દેશી દારૂ જેકપોટ સંતરાની કુલ 96 બાટલીઓ મળી આવી હતી, આ બનાવમાં મોપેડ બાઈક મૂકી નાશી છુટેલા બંને આરોપીઓ સામે સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application