વ્યારા તાલુકાના કહેર-કલમકુઈ ગામની ઉત્તર વિનય મંદિર ગ્રામભારતીના વિદ્યાર્થીઓને ગાંધી સપ્તાહની ઉજવણી નિમિત્તે બીજલબેન જગડ, ઘાટકોપર - થાણા, ડીસ્ટ્રીક્ટ વિમેન ફોર ચેન્જ પ્રેસિડેન્ટ-મુંબઈ, મીરાબેન ભાવસાર, રૂપલબેન કામદાર આને રેખાબેન અગરવાલ દ્વારા લોક પરબ-ભટવાડાના સંયોજક જેતસીભાઈ ગ્રામશિલ્પીના માધ્યમથી રવિવાર નારોજ લોંગબુક વિતરણ કરવામાં આવ્યું હતું.
જેમાં બીજલબેન જગડે બાળક વિશેની કવિતા અને જેતસીભાઈ ગ્રામશિલ્પીએ 'ગાધીબાપુની આરતી' અને 'વેડછીનો વડલો' ગીત રજૂ કર્યા હતા. જેમાં વિદ્યાર્થીઓને બે સત્રની લોંગબુક આપવામાં આવી હતી. શાળાના આચાર્યશ્રી હિતેશભાઈ માહ્યાવંશી અને સ્ટાફ, દિનેશભાઈ રામાણી, સુરેશભાઈ, ચૌધરી, હેરતભાઈ મહેતા અને રાહુલભાઈ ચૌધરીના હસ્તે લોંગબુક વિતરણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ આભાર વ્યક્ત કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500