Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગાંધી સપ્તાહની ઉજવણી નિમિત્તે,વ્યારાના બોરખડી ગામમાં લોંગબુક વિતરણ કરાઈ

  • October 05, 2020 

ગાંધી સપ્તાહની ઉજવણી નિમિત્તે વ્યારા તાલુકાના બોરખડી ગામની ઉત્તર બુનિયાદી વિદ્યાલયના વિદ્યાર્થીઓને બીજલબેન જગડ, ઘાટકોપર-થાણા,ડીસ્ટ્રીક્ટ વિમેન ફોર ચેન્જ પ્રેસિડેન્ટ-મુંબઈ,મહિન્દ્રભાઈ ગડા અને તેમના સાથીગણ દ્વારા લોક પરબ-ભટવાડાના સંયોજક જેતસીભાઈ ગ્રામશિલ્પીના માધ્યમથી તા.04/10/2020 ના રોજ લોંગબુક વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

બુક્સ વિતરણ સમયે સોસિયલ ડીસ્ટન્સ,સેનેટાઈઝર અને મોઢે માસ્કનો ફરજિયાતપણે ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં 155 વિદ્યાર્થીઓને બે સત્રની લોંગબુક આપવામાં આવી હતી. શાળાના આચાર્યશ્રી અમીલાબેન ચૌધરી અને સ્ટાફ, મીરાબેન ભાવસાર, હેરતભાઈ મહેતા અને રાહુલભાઈ ચૌધરીના હસ્તે લોંગબુક વિતરણ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application