Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના બોરદા વિસ્તારમાં વિદ્યાર્થીઓને લોંગ બુક વિતરણ કરાઈ

  • September 16, 2020 

વૈશ્વિક મહામારી કોરોના વાયરસ (કોવિડ-19) ને ધ્યાનમાં રાખીને ગ્રામ્ય વિસ્તારોમાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ જોતા આજરોજ સોનગઢ તાલુકાના બોરદા સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે લોંગ બુક વિતરણ કરાઈ હતી.

 

તાપી જીલ્લાના અતિ છેવાડે આવેલ સોનગઢ તાલુકાના બોરદા સ્કૂલમાં ધોરણ 9 થી 12 સુધીના કુલ 280 જેટલા વિદ્યાર્થીઓની જરૂરિયાતને ધ્યાન લઇ બીજલબેન જગડ,ઘાટકોપર(મુંબઈ) અને મહિન્દ્રભાઈ ગડા દ્વારા 10 હજાર લોંગ બુક્સ અને બોલપેન વિતરણ કરાઈ હતી. લોક પરબ,ભટવાડાના સંયોજક જેતસીભાઈ ગ્રામશિલ્પીના માધ્યમથી લોંગ બુક નું વિતરણ કરવામાં આવ્યું હતું.

 

બુક્સ વિતરણ સમયે સોસિયલ ડીસ્ટન્સ,સેનેટાઈઝર અને મોઢે માસ્કનો ફરજિયાતપણે ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થી  દીઠ 30 લોંગ બુક્સ આપવામાં આવી હતી. ગામના વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોએ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application