દેશમાં સતત વધી રહેલા ઓમિક્રોનના નવા ખતરાને લઈ સ્વાસ્થ્ય મંત્રાલય સતર્ક છે.કેન્દ્રીય ગૃહ વિભાગના સચિવે તમામ રાજ્યોના મુખ્ય સચિવને પત્ર લખ્યો છે. દેશમાં કોવિડના કેસો વધતા આ પત્ર લખ્યો છે. તમામ રાજ્યોને કોરોનાના વધતા કેસો બાબતે પગલાં લેવા આદેશ કર્યા છે. જરૂર જણાય તો પ્રતિબંધો લગાવવા પણ કર્યો છે. રાજ્યમાં ટેસ્ટિંગ, ટ્રેકિંગ, વેકસિનેશન વધારવા પણ નિર્દેશ કરાયા છે. વધતા કોરોના કેસ સંદર્ભે મીડિયા બ્રિફિંગ માટે પણ સૂચન અપાયા છે.
કેંદ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ કહ્યું કે રાજ્ય તથા કેંદ્ર શાસિત પ્રદેશમાં તહેવારોની સિઝનમાં ભીડને નિયંત્રણમાં રાખવા માટે જરુરના હિસાબે સ્થાનિક સ્તર પર પ્રતિબંધો લગાવવા પર વિચાર કરે. ઓમિક્રોનના ખતરાને લઈ કેંદ્રીય સ્વાસ્થ્ય વિભાગ ખૂબ જ સતર્ક છે. ઘણા રાજ્યોમાં નાઈટ કર્ફ્યૂ ફરી મૂકવામાં આવ્યા છે. હવે લોકોને પણ ફરી લોકડાઉન આવશે તેવો ભય સતાવી રહ્યો છે. રાજ્યો અને કેંદ્રીય શાસિત પ્રદેશોને કડક પ્રતિબંધો લગાવવાની અપીલ કરતા તેમણે એ વાત પર જોર આપ્યું કે પાંચ ચરણની રણનીતિ પર ધ્યાન રાખવું જોઈએ. ટેસ્ટ, સંક્રમિતોના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ, સારવાર, રસીકરણ અને સંક્રમણ ન વધે તે રોકવા કોવિડ19 સંબંધી નિર્દેશોનું પાલન કરવામાં આવે.
તેમણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 21 ડિસેમ્બરના રોજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા સૂચનોના અમલીકરણની ખાતરી કરવા માટે ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા આદેશોની તપાસ કરવા જણાવ્યું હતું. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે,દેશમાં સંક્રમણના સારવાર હેઠળના કેસોમાં ઘટાડો થયો છે. જોકે, નવા વેરિઅન્ટ 'ઓમિક્રોન' 'ડેલ્ટા' VOCs કરતાં વધુ ચેપી હોવાનું કહેવાય છે અને તે COVID-19 સામે લડવા માટે લેવામાં આવેલા પગલાંને પણ પડકારી રહ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500