Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ માંથી પસાર થતો નેશનલ હાઇવે મુદ્દે સ્થાનિકોએ પાલિકાને રજૂઆત કરી, ZEBRA CROSING જેવી Signal વાળી વ્યવસ્થા કરી આપવા માંગ કરાઈ

  • August 24, 2021 

સોનગઢ નગરમાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 53 સ્થાનિકો માટે માથાના દુઃવાઓ બન્યો છે. આ નેશનલ હાઇવે માર્ગ સ્થાનિકો માટે આશીર્વાદ કે પછી અભિશાપ તે એક ચર્ચાનો વિષય બન્યો છે, જોકે આ મુદ્દે સ્થાનિકોએ નગરપાલિકાને રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.

 

 

 

 

 

સુરત-ધુલિયા નેશનલ હાઈવે હોઈ ભારે તેમજ સામાન્ય વાહનોની 24 કલાક સતત વાહન વ્યવહારથી ચાલુ રહે છે.

સ્થાનિકો નગરપાલિકાને કરેલ રજૂઆત અનુસાર, સોનગઢ ગામમાંથી પસાર થતો હાઈવેને અડીને પ્રતિમા નગર, સાંઈકૃપા સોસાયટ, અવધૂત નગર-1 અને 2 તેમજ શ્યામનગર તેમજ વાંકવેલ ગામ આવેલ છે. સ્થાનિક રહેવાસીઓને જીવન જરૂરિયાતની વસ્તુઓની લેવડદેવદ તેમજ કામ-ધંધા, નોકરી અર્થે અવરજવર કરવું પડે છે. સુરત ધુલિયા નેશનલ હાઈવે હોઈ ભારે તેમજ સામાન્ય વાહનોની 24 કલાક સતત વાહન વ્યવહારથી ચાલુ રહે છે સોનગઢ ગામમાં રહેવાસીઓની સગવડ માટે જૂની ચેકપોસ્ટ પાસે ગરનાળા તરીકે ટ્રાફિક વ્યવસ્થા કરી આપવામાં આવેલ છે પરંતુ હાઈવેની બંને બાજુ અડીને આવેલ સોસાયટીઓના રહેવાસીઓ માટે આ અંતર ઘણું જ વધારે છે.

 

 

 

 

 

ભૂતકાળમાં આ સંજોગોમાં ઘણા અકસ્માતો થયા અને લોકોએ જીવ ગુમાવવા પડ્યા છે.

હાલની સ્થિતિ એ સામાન્ય વાહનોને સામસામે અવર જવર માટે ટ્રાફિક નિયમોનું પાલન કરવા જૂની ચેકપોસ્ટથી લઈ છેક ચચરબુંદા ગામની હદ સુધી આશરે સળંગ 3 કી.મી.નું અંતર કાપવું પડે છે તેમજ પગપાળા રસ્તો ક્રોસ કરવા જીવના જોખમે રેલિંગ ઉપરથી કુદકો મારી આવવું જવું પડે છે જયારે ઈમરજન્સી જેવી સ્થિતિએ રોંગ સાઈડથી ઉંધી દિશાએ જવું પડે છે જે ઘણું જોખમી છે કારણ કે, ઓવર બ્રીજ પરથી આવતા વાહનો વધુ પડતી ગતિએ વાહનો હોય છે. જેમાં લાઈટ વેઈટ વાહનો તેમજ ફોર વ્હીલ વાહનોની ઝડપ સમજી શકાતી નથી અને પગપાળા રસ્તો ક્રોસ કરવા ઘણો સમય રાહ જોવી પડે છે ક્યાં તો જીવના જોખમે પાર કરવો પડે છે. ભૂતકાળમાં આ સંજોગોમાં ઘણા અકસ્માતો થયા અને લોકોએ જીવ ગુમાવવા પડ્યા છે.

 

 

 

 

અહીના રહેવાસી અને સામાન્ય લોકોને પડતી તકલીફ નજરે પડતી નથી

ઓટા ચાર રસ્તાથી લઈ નવી ચેકપોસ્ટ સુધીમાં ટ્રાફિક નિયમન માટે લગભગ 3 પોઈન્ટ છે જ્યાં હમેશા નિયમો પાલન કરાવવા મોટી સંખ્યામાં સ્ટાફ હાજર રહે છે પરંતુ અહીના રહેવાસી અને સામાન્ય લોકોને પડતી તકલીફ નજરે પડતી નથી અને વધુમાં સ્થાનિક લોકોના વાહનોને ઉભા રાખી કનડગત કરવામાં આવે છે અને ક્યાંક વત્તું-ઓછું બોલાઈ જતા મેમો આપી દેવામાં આવે છે. આમ ટ્રાફિક નિયમનું પાલન કરવા લગભગ દરેક જગ્યાએ સામાન્ય માણસોને હેરાન થયું પડે છે અને આર્થિક તેમજ સમયનો ભોગ આપવો પડે છે. અહીના સ્થાનિક માટે નેશનલ હાઈવેની આ વ્યવસ્થા અગવડભરી હોઈ અહીના રહીશો જે જીવન જોખમે અવરજવર તેમજ વાહન હંકારતા હોય રજૂઆતને ધ્યાને લઈ નવી આરટીઓ ચેક પોસ્ટની આસપાસના રહિશો તેમજ વાહતુકોના જીવનના જોખમને ધ્યાને લઈ અને અવરજવર માટે સરળતા પડે એમ વાહન વ્યવહારના નિયમાનુસાર ZEBRA CROSING જેવી Signal વાળી વ્યવસ્થા કરી આપવા આવે એવી માંગ કરી હતી. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
hi