Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જીલ્લામા સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી : બપોરે 14:39 વાગ્યા સુધી મતદાનના આંકડાઓ પર એક નજર

  • February 28, 2021 

તાપી જીલ્લામાં હાલ જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે.તાપી જીલ્લાની જીલ્લા પંચાયતની 26 બેઠકો અને 7 તાલુકાની 124 બેઠકો તેમજ વ્યારા નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકો પર ચૂંટણીનું મતદાન શરૂ થયું છે.

 

 

 

 

તાપી જીલ્લા પંચાયતની 26 બેઠકો પર.....

કોંગ્રેસના 26 ભાજપના 26, એનસીપીના 4, જનતા દળ યુના 2, આમ આદમી પાર્ટીના 8, અપક્ષના 6 અને અન્ય 7 મળી આમ તાપી જીલ્લાની 26 જીલ્લા પંચાયતની 26 બેઠકો પર કુલ 79 ઉમેદવારો મેદાનમાં છે.જોકે 2 ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા હવે 78 ઉમેદવારો મેદાનમાં છે.

 

 

 

 

તાપી જીલ્લાની 7 તાલુકાની 124 બેઠકો પર ..

કોંગ્રેસના 123, ભાજપના 123, બહુજન સમાજ પાર્ટીના 2, એનસીપીના 11, જનતા દળ યુના 7, આમ આદમી પાર્ટીના 25, અન્ય 21, અપક્ષ 22, આમ તાપી જીલ્લાની 7 તાલુકા પંચાયતની 124 બેઠકો માટે કુલ 334  ઉમેદવારો મેદાનમાં છે.જોકે 10થી વધુ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા હવે 321 ઉમેદવારો મેદાનમાં છે.

 

 

 

વ્યારા નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકો પર...

કોંગ્રેસના 28, ભાજપના 28, એનસીપીના 2, આમ આદમી પાર્ટીના 2, અને અપક્ષના 13 એમ કુલ 73 ઉમેદવારો ચુંટણી મેદાનમાં છે.જોકે 2 ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવામાં આવતા હવે 71 ઉમેદવારો ચુંટણી મેદાનમાં છે.

 

 

 

 

બપોરે 14:39 વાગ્યા સુધી મતદાનના આંકડા 

મતદાનને સાત કલાક પૂરા થઈ ગયા છે. ત્યારે ચૂંટણી પંચના આંકડા મુજબ, બપોરે 2:39 વાગ્યા સુધીના ચૂંટણી પંચના આંકડા મુજબ, જીલ્લા પંચાયતની ચૂંટણીમાં અત્યાર સુધી 46.10 ટકા મતદાન થયું છે. તો તાલુકા પંચાયતની ચૂંટણીમાં 45.98 ટકા મતદાન થયું છે. આ ઉપરાંત વ્યારા નગરપાલિકાની ચૂંટણીમાં 39.91 ટકા મતદાન થયું છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application