રાજય સરકાર દ્વારા બક્ષીપંચ જાતિમાં આવતા હોય તેવા વ્યકિતનું કોરોનાના કારણે અવસાન થયું હોય તેવા કુટુંબના સભ્યને રૂા.એક લાખથી લઈ રૂા.પાંચ લાખ સુધીની યુનિટ કોસ્ટ મુજબ ૨૦ ટકા સબસીડી સાથેની ૬ ટકાના વ્યાજદરે વ્યવસાય કરવા માટે ધિરાણ આપવાની જોગવાઈ છે.
આ માટે કુટુંબની વાર્ષિક આવક રૂા.ત્રણ લાખથી ઓછી હોય તેવા કુટુંબોને લાભ મળવાપાત્ર થશે. જેથી સુરત જિલ્લામાં કોવિડ-૧૯(કોરોના વાયરસ)ના કારણે અવસાન થયેલા ઓ.બી.સી. જાતિના વ્યકિતઓના કુટુંબીજનોએ જિલ્લા નાયબ નિયામક વિકસતિ જાતિ, જિલ્લા સેવા સદન કેમ્પસ, જુની કોર્ટ બિલ્ડીંગ, નાનપુરા, સુરતનો સંપર્ક સાધવા વિકસતિ જાતિના જિલ્લા નાયબ નિયામક શ્રી આર.ડી.બલદાણીયા દ્વારા જણાવાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500