Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનો લિસ્ટેડ બુટલેગર સિકંદર ગામીત ની પાસા હેઠળ અટકાયત કરાઈ

  • February 13, 2021 

પોલીસ અધિક્ષકશ્રી તાપીનાઓએ તાપી જિલ્લામાં અસામાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો વિરૂધ્ધમાં કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય,

 

 

 

જે સુચના મુજબ નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર.એલ.માવાણી નાઓના માર્ગદર્શન હેઠળ સોનગઢ પોલીસ સ્ટેશનમાં અસામાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમ સિકંદર ઉર્ફે સુકનજીભાઇ શાંતુંભાઇ ગામીત રહે.સોનગઢ શિવાજીનગર તા.સોનગઢ જિ. તાપી નાઓ વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી કલેકટર અને જિલ્લા મેજી.શ્રી તાપીનાઓ તરફ મોકલી આપેલ.

 

 

 

 

જે અન્વયે કલેકટર અને જિલ્લા મેજી.શ્રી તાપીનાઓના પાસા અટકાયતી હુકમ નંબર કમાંક: એમએજી/પાસા/રજી. નં. 03/2020 ના આધારે પ્રોહી લીસ્ટેડ બુટલેગર્સ સિકંદર ઉર્ફે સુકનજીભાઇ શાંતુંભાઇ ગામીત ના પાસા મંજુર થતાં તેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી COVID-19 નો ટેસ્ટ કરાવી આજરોજ અટકાયત કરી પોલીસ જાપ્તા સાથે જિલ્લા જેલ ભુજ ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરી હતી..


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application