સોનગઢ સહીત જિલ્લાભરમાં દેશી વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે સોનગઢના માંડળ ગામના ટોલ નાકા પાસેથી ૨ જુદીજુદી કારમાંથી વિદેશી દારૂની કુલ ૧૨૨૪ બોટલ સાથે બે જણાને ઝડપી પાડવામાં આવ્યા છે.આ બન્ને કારમાંથી દારૂ સહીત કુલ રૂપિયા ૧૩.૧૪ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
તાપીમિત્રના ન્યુઝ વોટ્સઅપ ગૃપમાં જોડાવા માટે 7820092500 પર hi લખી મોકલો
તાપી જિલ્લામાં દેશી વિદેશી દારૂ પકડવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે. આમ પણ છેલ્લા ઘણા સમયથી જિલ્લામાં વિદેશી દારૂ પકડવાનો સિલસિલો જોવા મળી રહયો છે જેમાં તાપી પોલીસ ઉપરાંત સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પણ દારૂ પકડવામાં આવી રહયો છે,ત્યારે તાપી જિલ્લા એલસીબી અને પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.
તાપીમિત્રના ન્યુઝ વોટ્સઅપ ગૃપમાં જોડાવા માટે 7820092500 પર hi લખી મોકલો
તે દરમ્યાન એએસઆઈ જગદીશભાઈ જોરારામભાઈ અને હેડ કોન્સ્ટેબલ બીપીનભાઈ રમેશભાઈને સંયુક્ત રાહે બાતમી મળી હતી કે,એક સિલ્વર કલરની મારુતિ એસક્રોસ કાર નંબર જીજે/૦૬/જેએમ/૯૮૪૨ અને એક લાલ કલરની હુન્ડાઈ આઈ-૨૦ કાર નંબર જીજે/૦૫/જેઆર/૩૨૭૨ નંબરની કારમાં દારૂનો જથ્થો મહારાષ્ટ્રના નવાપુર તરફથી સુરત લઈ જવાઈ રહયો છે જે બાતમીના આધારે આજરોજ પોલીસે સોનગઢના માંડળ ગામના ટોલ નાકા પાસે વોચ ગોઠવીને આ બંને કારને ઝડપી પાડી હતી અને (૧) પ્રજ્ઞેશભાઈ બાબુભાઈ મ્હ્યાવાંશી રહે, ભીમપોર નાની દમણ (૨) જીગ્નેશભાઇ રાજુભાઈ કામળી રહે,તા.પારડી જી.વલસાડ નાને ઝડપી પાડવામાં આવ્યો હતો.
તાપીમિત્રના ન્યુઝ વોટ્સઅપ ગૃપમાં જોડાવા માટે 7820092500 પર hi લખી મોકલો
જયારે અન્ય ૨ આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.તપાસ દરમિયાન પોલીસે એસક્રોસ કારમાંથી ૧.૮૬ લાખની ૩૭૨ બોટલ અને મોબાઈલ ફોન સહીત કબજે કરી કુલ ૬.૯૧ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તો બીજી બાજુ લાલ કલરની હુન્ડાઈ કારમાંથી વિદેશીદારૂની ૧,૨૩,૬૦૦/-ની ૮૫૨ બોટલો સહીત કુલ રૂ.૬,૨૩,૬૦૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો,આમ બંને કારમાંથી દારૂ સહીત કુલ રૂપિયા ૧૩.૧૪ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500