સોનગઢ પોલીસ સ્ટાફના માણસોએ ચીમેર અને ઘૂસર ગામની વચ્ચે એક કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કારચાલક ભાગ્યો હતો.જોકે પોલીસે કારનો પીછો કરતા ચાલક અને તેનો સાથી કાર મૂકીને નાસી છૂટ્યો હતો. પોલીસે કારમાં તપાસ હાથ ધરતા ૧.૮૭ લાખનો ઈંગ્લીશદારૂનો જથ્થો મળી આવ્યો હતો. કારમાં ડુબ્લીકેટ નંબર પ્લેટ લગાવીને દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું.
બનાવની વિગતો એવી છેકે, સોનગઢ પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે તા.૨૫મી એપ્રિલ નારોજ સોનગઢ તાલુકાના ચીમેર ગામના રસ્તા પર વોચ ગોઠવી હતી, દરમિયાન હુન્ડાઈ કંપનીની એક કાર નંબર એમએચ/૪૩/બીએ/૨૧૪૨ ને અટકાવવાનો પ્રયાસ કરતા કાર ચાલકે ગાડી લઇ ભાગવાનો પ્રયાસ કર્યો હતો.જોકે પોલીસની ટીમે કારનો પીછો કરતા આરોપીઓ ચીમેર અને ઘૂસર ગામની વચ્ચે કાર મૂકી નાસી છૂટ્યા હતા.
પોલીસે કાર ચેક કરતા કારમાંથી રૂપિયા ૧,૮૭,૩૫૦/- નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો, પોલીસ દ્વારા કારનો નંબર ચેક કરતા કારની નંબર પ્લેટ ડુપ્લીકેટ હોવાનું સામે આવ્યું હતું. પોલીસની ટીમે તપાસ કરતા કારનો નંબર જીજે/૦૧/આરજી/૯૬૦૮ની જગ્યાએ ડુબ્લીકેટ નંબર પ્લેટ એમએચ/૪૩/બીએ/૨૧૪૨ની લગાવી હતી.પોલીસ દ્વારા ઈંગ્લીશદારૂ અને કાર મળી કુલ રૂપિયા ૫,૩૭,૩૫૦/- નો મુદ્દામાલ જપ્ત કરી કાર ચાલકને અને તેની બાજુમાં બેસેલ અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કર્યા હતા. બનાવ અંગે સોનગઢ પોલીસ મથકે કાર ચાલક વિરૂદ્ધ ડુપ્લીકેટ નંબર પ્લેટ તથા પ્રોહી.નો ગુનો નોંધી વધુ તાપસ હાથ ધરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500