Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્યમાં આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્મય વરસાદ પડવાની આગાહી

  • August 16, 2024 

દેશભરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. કેટલાક રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ દરમિયાન હવામાન વિભાગે કર્ણાટક, છત્તીસગઢ, તમિલનાડુ, રાયલસીમા, કેરળ, ગંગા પશ્ચિમ બંગાળ અને પૂર્વ રાજસ્થાનમાં આજે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગની અનુસાર, આજે જમ્મુ-કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. જ્યારે તારીખ 16મીથી 21મી ઑગસ્ટ દરમિયાન ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશમાં અને રાજસ્થાનમાં વરસાદ પડી શકે છે.


આગામી 5 દિવસ દરમિયાન મધ્યપ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં વ્યાપક હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. કોંકણ અને ગોવા અને ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે, મધ્ય મહારાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. તારીખ 16મીથી 21મી ઓગસ્ટ દરમિયાન પશ્ચિમ મધ્ય પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. તારીખ 18મીથી 21મી ઑગસ્ટ દરમિયાન પૂર્વ મધ્ય પ્રદેશમાં, 18મીથી 20મી ઑગસ્ટ દરમિયાન વિદર્ભ અને કોંકણ અને ગોવામાં ભારે વરસાદની સંભાવના છે, 17મીથી 21મી ઑગસ્ટ દરમિયાન છત્તીસગઢમાં ભારે વરસાદ થઈ શકે છે.


ગુજરાતમાં આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્મય વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ત્યારે 16મી ઓગસ્ટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લાના મોટાભાગના વિસ્તારો સહિત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application