દેશનાં કેટલાયે રાજ્યોમાં ગરમી વધી રહી છે. હવામાન વિભાગ જણાવે છે કે, પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદ થઈ શકે તેમ છે. પશ્ચિમ ભારતનાં કેટલાક ભાગોમાં હળવો વરસાદ થઈ શકે તેમ છે. ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આગામી પાંચ દિવસ હળવો વરસાદ થવાની સંભાવના છે. તેમજ દક્ષિણ ભારતનાં કેટલાંક રાજ્યોમાં આજે હળવાથી મધ્યમ સુધીનો વરસાદ થવા સંભવ છે. જ્યારે રાજસ્થાનનાં પશ્ચિમી વિસ્તારમાં ધૂળભરી આંધીની સંભાવના દેખાય છે. તે પછી ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. આગામી દિવસોમાં દિલ્હીમાં અધિકત્તમ ઉષ્ણતામાન ઉંચું જતાં તારીખ 17 એપ્રિલ સુધીમાં તે 39 ડીગ્રી પહોંચવા સંભવ છે. ત્યાં અને એન.સી.આર. સહિત કેટલાંએ રાજ્યોમાં ધૂળ સાથે વંટોળ ઉઠવા પણ સંભવ છે.
જ્યારે દક્ષિણના કેટલાંક રાજ્યોમાં આજે હળવાથી મધ્યમ કક્ષાનો વરસાદ પડશે. ઉત્તરપ્રદેશમાં ઓછામાં ઓછું ઉષ્ણાતામાન 20 ડીગ્રી અને વધુમાં વધુ 38 ડીગ્રી નોંધાયું હતું. 'સ્કાય-મેટ-વેધર' જણાવે છે કે, રાજસ્થાનમાં ધૂળભરી આંધી પછી ગાજવીજ સાથે વર્ષા થવા સંભવ છે. અરૃણાચલ પ્રદેશ અને કેરલમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાવાની શક્યતા છે. પશ્ચિમ હિમાલય, તમિળનાડુ, તટીય કર્ણાટક અને લક્ષદ્વિપમાં એક કે બે સ્થાનો પર હળવો વરસાદ થવા સંભવ છે. હવામાન વિભાગ જણાવે છે કે, આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવા સંભવ છે. દક્ષિણ પશ્ચિમ મોનસૂન દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારત, પશ્ચિમ ભારત, મધ્ય ભારત અને પૂર્વોત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી શરૂ કરી સામાન્યથી ઓછો વરસાદ થવા સંભવ છે. આઈ.એમ.ડી. જણાવે છે કે, અલ-નીનો ઈફેક્ટને લીધે આ વર્ષે વરસાદ ઓછો થવા સંભવ છે તેની અસર સમગ્ર દેશમાં જોવા મળશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500