Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના મોટીખેરવાણ ગામે દીપડા નો યુવાન પર હુમલો

  • February 24, 2021 

સોનગઢ ના મોટી ખેરવાણ ગામે ઘાસ કાપવા ગયેલા એક યુવાન પર દીપડાએ હુમલો કરી ઘયાલ કર્યો હતો,યુવકે હિંમત બતાવી દીપડાનો સામનો કરીને બુમાબૂમ કરતા દીપડો નાસી છૂટ્યો હતો.

 

 

 

 

સોનગઢ તાલુકા ના મોટીખેરવાણ ગામે યશવંતભાઈ ગામીત નામનો યુવક સવારે ખેતરમાં ઘાસ કાપવા ગયો હતો, દરમ્યાન દીપડાએ અચાનક યુવક પર હુમલો કર્યો હતો, યુવાને હિંમતભેર દીપડા નો સામનો કરી  બુમાબુમ કરતા આસપાસના ખેતરમાં કામ કરતા લોકો દોડી આવતા દીપડો નાસી છૂટ્યો હતો,

 

 

 

 

 

ઇજાગ્રસ્ત યુવાન ને સામાન્ય ઇજા પોહચતા સિંગાપુર ગામે આવેલ સરકારી દવાખાને ખસેડીને સારવાર અપાઈ હતી, બાદ ત્યાંથી તેને રજા અપાઈ હતી. આ વાતની વન વિભાગને જાણ કરાતા વનવિભાગ દ્વારા ગામ માં પાંજરું મૂકી દીપડા ને પકડવા ની તજવીજ હાથ ધરી હતી.હાલતો ધોડેદાહદે દીપડા નો યુવાન પર હુમલો થતા ગામ માં ભય નો માહોલ ફેલાયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application