સુરત શહેર પોલીસ મુખ્ય મથકના તાલીમ કેન્દ્ર ખાતે પોલીસ પરિવારની મહિલાઓ માટે IFS-ઈન્સ્ટીટયુટ ઑફ ફેશન સ્ટડીઝના સહયોગથી ‘પ્રોજેક્ટ કૌશલ’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રોજેક્ટ લોન્ચિંગ કાર્યકમમાં ઉપસ્થિત રહેલી ૯૦ જેટલી મહિલાઓને ‘ટાઈ એન્ડ ડાઈ’, ભરતકામ તથા ફેશન ડિઝાઈનીંગને લગતી વિવિધ પ્રવૃતિઓ દ્વારા કૌશલ્યવર્ધન અંગેની માહિતી આપી પોલીસ મુખ્ય મથક ખાતે શરૂ થનાર વિવિધ કોર્સમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
નાયબ પોલીસ કમિશનર (વહીવટ અને મુખ્ય મથક) શ્રીમતી સરોજ કુમારીએ મહિલાઓને વ્યવસાયગત સજજતા બક્ષવામાં આવી તો તો તે સફળ ઉદ્યોગ સાહસિક કે લઘુ વ્યવસાય, ગૃહ ઉદ્યોગમાં સફળતાથી કાર્યરત થઈ શકે છે એમ જણાવી મહિલા સ્વાવલંબન પ્રવૃતિ એ વર્તમાન સમયમાં અતિ આવશ્યક હોવાનો મત વ્યકત કર્યો હતો. તેમણે પોલીસ પરિવારની બહેનોને કુશળ અને પગભર બનવાનો અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે ACP શ્રી જાહિદખાન પઠાણ (PHQ) તથા RPI શ્રી એમ.એસ.રાઠોડ અને પોલીસ પરિવારની મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application