Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Latest news : રેલવે ટ્રેક પર રખડતા પશુઓ જોવા મળશે તો RPF કડક પગલા લેશે

  • November 06, 2022 

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સાથે રખડતા પશુ કે પ્રાણીઓ અથડાવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ ઘટનાઓને રોકવા માટે હવે રેલવે પ્રશાસને કડક પગલાં ભરવાની પહેલ કરી છે. રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)ના મુંબઈ વિભાગે ગામોના સરપંચોને પત્ર લખીને કડક સૂચના આપી છે કે રખડતા પશુઓ કે પ્રાણીઓ રેલવે ટ્રેકની આસપાસ ન ફરે. આરપીએફએ ચેતવણી પણ આપી છે કે જો પશુઓ રેલવે લાઇનની આસપાસ ભટકતા જોવા મળશે તો તેના માલિકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.




અહેવાલ મુજબ પાલઘર આરપીએફ દ્વારા ૨૮ ઓક્ટોબરે લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે ઘણા પશુઓ કે પ્રાણીઓ રેલવે ટ્રેક પર રખડતા જોવા મળે છે અને ક્યારેક તે ટ્રેક પર પણ આવી જાય છે. જેના કારણે તેમના કચડાઈ જવાના બનાવો બને છે. આરપીએફએ આ વિસ્તારોના સરપંચોને તમામ રખડતા પશુઓને ગૌશાળામાં મોકલવામાં આવે તે સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે.




વરિષ્ઠ વિભાગીય સુરક્ષા કમિશનર (પશ્ચિમ રેલવે) વિનીત ખરાબે જણાવ્યું હતું કે રેલવે ટ્રેકની આસપાસ પ્રાણીઓ આવતા અને રખડતા અટકાવવા માટે સરપંચો અને જિલ્લા કલેક્ટરને નોટિસ મોકલીને ગ્રામજનોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે,મહારાષ્ટના પાલઘરથી લઈને સુરતના ઉધના સુધી આવા ઘણા નાના ગામો છે,જ્યાં મોટી સંખ્યામાં પ્રાણીઓ છે. ટ્રેનો સાથે પશુઓ અથડાવાના તાજેતરના બનાવોને ધ્યાનમાં રાખીને,આ ગામોના સરપંચોને નોટિસ આપવામાં આવી છે કે જેથી તેના પર નિયંત્રણ રાખવામાં આવે અને તેમને રેલવે લાઇનની આસપાસ ભટકવા દેવામાં ન આવે.




કારણ કે આ અકસ્માતો માત્ર ટ્રેનના એન્જનને જ નુકસાન નથી પહોંચાડતા,પરંતુ મુસાફરોના જીવને પણ જોખમમાં મૂકે છે. ૨૯ ઓક્ટોબરના રોજ,મુંબઈ-ગાંધીનગર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ગુજરાતના અતુલ સ્ટેશન પાસે એક ગાય સાથે અથડાઈ હતી,જેના કારણે ટ્રેન તેના ગંતવ્ય સ્થાને પહોંચવામાં ૨૦ મિનિટનો વિલંબ થયો હતો. એટલું જ નહીં ટ્રેનના આગળના ભાગને પણ નુકસાન થયું હતું. અગાઉ,ઓક્ટોબર ૬ ના રોજ,ગુજરાતના વટવા અને મણિનગર રેલવે સ્ટેશન વચ્ચે મુંબઈથી ગાંધીનગર જતી વખતે ટ્રેનની અડફેટે આવી જતાં ચાર ભેંસોના મોત થયા હતા. બીજા દિવસે એટલે કે ૭ ઓક્ટોબરે બનેલી આવી જ બીજી ઘટનામાં ગુજરાતના આણંદ નજીક ટ્રેન મુંબઈ જઈ રહી હતી ત્યારે એક ગાય સાથે અથડાઈ હતી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application