આણંદના મોગરી ગ્રામ પંચાયતમાં મહિલા તલાટીકમ મંત્રી ૩૦૦ રૂપિયાની લાંચ સ્વીકારતા ઝડપાઇ ગઈ છે.
મળતી માહિતી અનુસાર ટીમ એસીબી ને આધારભૂત માહીતી મળેલ કે, આણંદના મોગરી ગ્રામ પંચાયતમાં લગ્નની નોંધણીના પ્રમાણપત્ર મેળવવા માટે મોગરી ગ્રામ પંચાયતના કર્મચારીઓ રૂ.૧૦૦/- થી ૬૦૦/- સુધીની લાંચની રકમની માંગણી કરી નાણાં સ્વીકાર્યા બદલની કોઇપણ જાતની પહોંચ કે પાવતી આપતા નથી તેવી આધારભુત માહિતીની ખરાઇ કરવા સારુ ડીકોયરનો સંપર્ક કરી તેઓનો સહકાર મેળવતા ડીકોયરની બહેનના લગ્ન નોંધણી પ્રમાણપત્ર આપવા સારુ આ મહિલા તલાટીકમ મંત્રી શ્રીમતી દીપિકાબેન રમણભાઇ પંચાલએ ડીકોયર પાસે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૩૦૦/- ની લાંચની માંગણી કરી, સ્વીકારી કોઇ પણ જાતની પહોંચ કે પાવતી નહી આપતા એસીબીના હાથે ઝડપાઇ ગઈ હતી. હાલ આ આરોપી મહીલા તલાટીકમને કોવિડ-૧૯ અન્વયે ડીટેઈન કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application