સોનગઢ માંથી પસાર થતો નેશનલ હાઇવેના ઓવર બ્રીજ ઉપરથી ટેમ્પોમાં લઇ જવાતો ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે ટેમ્પોનો ચાલક અને ક્લીનરને ઝડપી પાડી કુલ રૂપિયા ૨ લાખથી વધુના મુદ્દામાલ કબજે કર્યો હતો,જોકે દારૂ ભરી આપનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
શિરપુરથી ભૂરાભાઉ મોરે તથા વિજયભાઈ મોરે એ દારૂનો ભરી આપ્યો હતો જયારે સુરતનો જયેશભાઈએ દારૂ મંગાવ્યો હતો.
તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસો શનિવારે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે સોનગઢ નગરમાંથી નેશનલ હાઇવે નંબર-૫૩ ઉપર આવેલ ઓવર બ્રીજ પરથી એક ટાટા ACE ટેમ્પો નંબર એમએચ/૧૪/એફટી/૧૭૭૫ ને અટકાવી તપાસ કરતા ટેમ્પોમાં કોળાની આડમાં લઇ જવાતો ઈંગ્લીશદારૂની અગલ અલગ બ્રાંડની કુલ બાટલીઓ નંગ-૫૨૮ જેની કિંમત રૂપિયા ૫૨,૮૦૦/-નો પ્રોહી મુદ્દામાલ સાથે ટેમ્પો ચાલક શકીલ નબી હલવાઈ રહે,હોળનાન્થા ગામ શિરપુર,ધુલિયા-મહારાષ્ટ્ર તથા ક્લીનર પ્રણવ રાજેન્દ્રભાઈ રાજપૂત રહે,બોરખેડા ગામ શિરપુર,ધુલિયા-મહારાષ્ટ્ર નાઓની અટકાયત કરી પૂછપરછ કરતા શિરપુરથી ભૂરાભાઉ મોરે તથા વિજયભાઈ મોરે એ દારૂનો ભરીઆપ્યો હતો જયારે સુરતનો જયેશભાઈએ દારૂ મંગાવ્યો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું,બાદમાં ત્રણેય ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
આ મામલે એલસીબી પોલીસકર્મીની ફરિયાદના આધારે ટેમ્પો સાથે પકડાયેલા બને આરોપીઓ પાસેથી મળી આવેલ ૧ મોબાઈલ ફોન જેની કિંમત રૂ.૨,૦૦૦/- હજાર,એક ટેમ્પો જેની કિંમત રૂ.૧,૫૦,૦૦૦/- તથા રૂપિયા ૫૨,૮૦૦/- નો ઈંગ્લીશદારૂ તેમજ કોળા આશરે ૫૦૦ કિલોગ્રામ જેની કિંમત રૂ.૧,૦૦૦/-હજાર મળી કુલ્લે રૂપિયા ૨,૦૮,૫૦૦/-નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500