આગામી તા.૨૦મી ઓક્ટોબરે એટલે કે દિવાળી પુર્વે વડાપ્રધાનશ્રી નરેંદ્રભાઇ મોદી તાપી જિલ્લાને રૂ.૨૧૯૨ કરોડથી વધુના જનહિતલક્ષી પ્રક્લ્પોની ભેટ આપશે.સોનગઢ તાલુકાના ગુણસદા ખાતે વડાપ્રધાનશ્રી સહિત મુખ્યમંત્રી શ્રી ભુપેંદ્રભાઇ પટેલ અને મંત્રીશ્રીઓ સર્વશ્રી કનુભાઇ દેસાઇ, જગદીશભાઇ વિશ્વકર્મા (પંચાલ), નવસારીના સાંસદ શ્રી સી.આર.પાટીલ, વલસાડના સાંસદશ્રી ડો.કે.સી.પટેલ, બારડોલીના સાંસદ શ્રી પ્રભુભાઇ વસાવા, અને ભરુચના સાંસદ શ્રી મનસુખભાઇ વસાવા વિશેષ ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમને લઈને રાજ્ય સરકારના વરિસ્ઠ સનદી અધિકારીઓ એવા ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના એમ.ડી. શ્રી જયપ્રકાશ શિવહરે, શ્રી આર.એસ.નિનામા, પૂર્વ કલેકટર અને આત્માના નિયામક શ્રી એચ.કે.વઢવાણિયા, તાપી કલેક્ટર સુશ્રી ભાર્ગવી દવે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.ડી.કાપડીયા, પોલિસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ વિગેરે તાપી જિલ્લા વહિવટી તંત્રના સમ્બંધિત અધિકારીઓને ઝિણવટભર્યુ માર્ગદર્શન આપી રહ્યા છે.
ઉલ્લેખનિય છે કે, ગુણસદાના આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન શ્રી નરેંદ્રભાઇ મોદી તથા મુખ્યમંત્રી શ્રી ભુપેંદ્રભાઇ પટેલ દ્વારા સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા, અને ડાંગ, તાપી તથા નર્મદા જિલ્લામાથી પસાર થતા કોરિડોરની રૂ.૧૬૬૯.૮૦ કરોડની કામગીરીનો શુભારમ્ભ કરાવશે. સાથે આ કોરિડોર પૈકીના ફેઝ-૧ હેઠળના કુલ ૯૨.૫૦ કીલોમીટર લમ્બાઇના રૂ.૨૧૯.૧૭ કરોડના ૬ માર્ગોને ૧૦ મિટર પહોળા કરવાની કામગીરીનુ ખાતમુહુર્ત પણ કરાશે.
આ ઉપરાંત ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના રૂ.૩૦૨.૪૬ કરોડની લાગતના નર્મદા જિલ્લાનુ એક, અને તાપી જિલ્લાના ૩ કામોનુ ખાતમુહુર્ત પણ કરાશે. તો ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગના રૂ.૨૨૦.૫૭ કરોડના છ કામોનુ ખાતમુહુર્ત અને ૫ કામોનુ લોકાર્પણ પણ કરવામા આવનાર છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500