Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કફ સીરપનો મોટો જથ્થો ઝડપાયો, ગેરકાયદેસર કફ સીરપનું વેચાણ થતા દરોડા પાડવામાં આવ્યા

  • March 15, 2023 

રાજકોટ શહેરમાં 13 હજાર 300થી વધુ કફ સીરપની બોટલો એસઓજી દ્વારા દરોડા પાડીને જપ્ત કરવામાં આવી છે. ગેરકાયદેસર કફ સીરપનું વેચાણ થતા આ દરોડા પાડવામાં આવતા લાખોની કિંમતની કફ સીરપ ઝડપી પાડવામાં આવી છે.


રાજકોટમાં કફ સીરપનો મોટો જથ્થો ઝડપાયો છે. રૈયા રોડ પાસે અમૃત પાર્કમાં એસઓજીએ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 23 લાખ રુપિયાની કફ સીરપ ઝડપી પાડવામાં આવી છે. કફ સીરપનો આટલો મોટો જથ્થો ક્યાંથી અને કેવી રીતે પહોંચતો કરવામાં આવ્યો, અગાઉ આ પહેલા જથ્થો કેટલો પહોંચાડાતો હતો. રાજકોટથી આ જથ્થો ક્યાં ડીસ્ટ્રીબ્યૂટ થતો હતો. આમાંથી ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિનાની કેટલી કફ સીરપટ જે નશા માટે ઉપયોગ થાય છે એ કેટલી છે એ તમામ બાબતે ઉદભવેલા સવાલોના જવાબને લઈને તપાસ એસઓજી દ્વારા હાથ ધરવામાં આવશે.


13 હજાર 300થી વધુ કફ સીરપ સાથે એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. આ યુવક ગેરકાયદેસર કફ સીરપનું વેચાણ કરતો હતો. જથ્થો જપ્ત કરાયા બાદ અત્યારની પ્રાથમિક વિગતો અનુસાર આરોપી આદીપુર વિસ્તારમાંથી આ સીરપનો જથ્થો લાવતો હોવાનું પણ સામે આવ્યું છે. કફ સીરપ કેટલાક યુવકો નશા માટે પણ ઉપયોગ કરતા હોવાનું અગાઉ સામે આવ્યું છે. ત્યારે કેટલીક કફ સીરપની દવા ડૉક્ટરના પ્રિસ્ક્રીપ્શન વિના ઉપલબ્ધ પણ થતી નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application