વડોદરાનાં આજવા રોડ સ્ટેટ બેન્કમાં કાર લઇને ગયેલી મહિલા બેંક મેનેજરની કારનો કાચ તોડીને ચોર લેપટોપ તથા વોલેટ ચોર લઇ ગયા હતા. બનાવની વિગત એવી છે કે, આજવા રોડ ભવન પાર્ટી પ્લોટ નજીક પર્ણ વાટિકા સોસાયટીમાં રહેતા મનિષાબેન સુનિલભાઇ સેલકે નિઝામપુરામાં આવેલી એચ.ડી.એફ.સી. બેંકમાં મેનેજર તરીકે નોકરી કરે છે. પાણી ગેટ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા.17મી’એ હું મારી કાર લઇને આજવા રોડ મહાવીર હોસ્ટેલની સામે આવેલી એસ.બી.આઇ. બેંકમાં ગઇ હતી. મારી કાર મેં બેંકની બાજુમાં આવેલા કોમ્પલેક્સ પાસે પાર્ક કરી હતી. 15 મિનિટમાં હું મારૂ કામ પતાવીને પરત આવી ત્યારે કારનો કાચ તૂટેલો હતો અને કારમાંથી લેપટોપ તથા મારૂ વોલેટ ગૂમ હતા. વોલેટમાંથી આઇ કાર્ડ, પાન કાર્ડ, આધાર કાર્ડ, ડેબિટ કાર્ડ અને લોકરની ચાવી હતા. પાણીગેટ પોલીસે ગુનો દાખલ કરી CCTV ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application