માફિયા અતીક અહેમદ દ્વારા પચાવી પાડવામાં આવેલ જમીનો પીડિત પરિવારોને પરત આપવામાં આવી શકે છે, તેને લઈને યોગી સરકાર ચર્ચા વિચારણા કરી રહી છે. કહેવાઈ રહ્યું છે કે યોગી સરકાર નિર્ણય લેવા માટે આયોગની રચના કરશે, જેના રિપોર્ટ બાદ પચાવી પાડવામાં આવેલ જમીનો પરત કરવાનો નિર્ણય લેવામાં આવશે. માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફે પ્રયાગરાજ સહીત અનેક શહેરોમાં દબંગાઈ કરીને જમીનો પચાવી પાડી હતી અથવા તો ગમેતે ભાવે લોગો પાસેથી ખરીદી લીધી હતી.
માફિયા અતીક દ્વારા પચાવી પાડવામાં આવેલ જમીનો નક્કી કરીને તેને પરત આપવા માટે વિચાર કરવામાં આવી રહ્યો છે. જાણવા મળી રહ્યું છે કે આ મામલે યોગી સરકાર ટૂંક સમયમાં નિર્ણય લઇ શકે છે. અતીક અહેમદની હત્યા બાદ એવા તમામ પીડિતોની સંખ્યા વધી ગઈ કે જેઓ વર્ષોથી પોલીસ સ્ટેશનના ચક્કર લગાવી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને હવે અધિકારીઓ યોજના માટેની રૂપરેખા તૈયાર કરી રહ્યા છે.
13 એપ્રિલના રોજ એનકાઉન્ટરમાં UP STFએ અતીક અહેમદના દીકરા અસદને ઠાર માર્યો હતો. તે જ દિવસે ઉત્તર પ્રદેશ વહીવટી તંત્રએ એક આંકડો જાહેર કર્યો હતો જે દર્શાવતો હતો કે અતીક અહેમદના ડરાવી ધમકાવીને કેટલી સંપત્તિ જમા કરી હતી કારણ કે 10મુ નાપાસ અતીક અહેમદ પાસે આટલી બધી સંપત્તિ ક્યાંથી અને કેવી રીતે આવી.ગત 2 વર્ષથી અતીક અહેમદની ગેરકાયદે સંપત્તિઓ પર યોગી સરકારે બુલડોઝર ચલાવી રહ્યું છે. હજુ પણ તેની અવૈધ સંપત્તિ શોધવાની કામગીરી ચાલી રહી છે. અનેક શહેરોમાં અતીકની કાળી કમાણીનો ખુલાસો થયો છે.
1169 કરોડની ગેરકાયદે સંપત્તિ કરાવાઈ મુક્ત
સરકારી આંકડાઓનું માનીએ તો 13 એપ્રિલ સુધી અતીક અહેમદ પાસેથી લગભગ 1169 કરોડની અવૈધ સંપત્તિ મુક્ત કરાવવામાં આવી ચૂકી છે, જ્યારે અનેક શહેરોમાં તપાસ ચાલી રહી છે. એવામાં આવનાર દિવસોમાં વધુ ખુલાસાઓ થઈ શકે છે. તો આ દરમિયાન અતીક દ્વારા હેરાન કરવામાં આવેલા લોકો પણ સામે આવી રહ્યા છે.ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ડેટા મુજબ, તંત્રએ અતીક અહેમદની 417 કરોડની સંપત્તિ કબજે કરી લીધી છે. જયારે 752 કરોડ રૂપિયાના ગેરકાયદેસર દબાણો તોડી પાડ્યા છે. કુલ મળીને અત્યારસુધીમાં અતીકની 1169 કરોડની અવૈધ સંપત્તિનો ખુલાસો થઇ ચુક્યો છે.
સોનિયા ગાંધીના સગાની જમીન પણ અતીકે પચાવી પાડી હતી
અતીક અહેમદે સિવિલ લાઈન્સ વિસ્તારમાં વીરા ડી ગાંધીની સંપત્તિ પણ પચાવી પાડી હતી. વીરા ગાંધી સોનિયા ગાંધીના નજીકના સંબંધી છે અને પેલેસ ટોકીઝના માલિક છે. પ્રયાગરાજમાં પ્રભાવશાળી લોકોમાં વીરા ગાંધીના પરિવારનો પણ સમાવેશ થાય છે.કથિત રીતે, આ ઘટના 2007માં બની હતી, જ્યારે અતીકે પોતાના સાગરીતોને કહીને વીરા ડી. ગાંધીની જમીન પર કબજો કરી લીધો હતો અને તેને તાળું મારી દીધું હતું. વીરા ગાંધીની આ મિલકત પેલેસ ટોકીઝની પાછળ જ હતી. અતીક તે સમયે ફુલપુરનો સાંસદ હતો અને તે સમયે યુપીમાં સત્તાધારી પક્ષ સમાજવાદી પાર્ટી (SP)નું પ્રતિનિધિત્વ કરતા હતા.
જ્યારે વીરા ગાંધીને અતીક દ્વારા તેમની જમીનના અતિક્રમણ વિશે જાણ થઈ, ત્યારે તેમણે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્રને પગલાં લેવા માટે અપીલ કરી, પરંતુ કથિત રીતે તેમની ફરિયાદ પર કોઈ પગલાં લેવામાં ન આવ્યા.આખરે તેઓ બધી બાજુથી હારીને દિલ્હી ગયા અને કોંગ્રેસની આગેવાની વાળી કેન્દ્ર સરકારના હસ્તક્ષેપની માંગ કરી. તે સમયે સોનિયા ગાંધી કેન્દ્રમાં કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારના અધ્યક્ષ હતા. બાદમાં, કેન્દ્ર સરકારના હસ્તક્ષેપ બાદ કથિત રીતે અતીકને જમીન છોડવાની ફરજ પડી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500