નર્મદા નદીમાં આવેલા પુરને કારણે ભરૂચ જિલ્લાના અનેક વિસ્તારોમાં કૃષિ, પશુપાલન તેમજ આર્થીક નુકશાન થયું હતું. આવા સમયે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હાલત પણ કફોડી બની હતી. પુસ્તકો સહિત શૈક્ષણિક ચીજવસ્તુ પલળી જવાનાં બનાવો પણ જિલ્લા વહીવટી તંત્ર સામે આવ્યા હતા. પુર બાદ અંકલેશ્વર તાલુકાની જૂના બોરભાઠા ગામની લક્ષ્મીબેન વસાવાએ ધોરણ ૯માં અધવચ્ચે આગળનો અભ્યાસ કરવાની ના પાડી પોતાની હતાશા વ્યક્ત કરી હતી. આ ઘટનાની જાણ થતાં જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીશ્રી કિશન વસાવાના પ્રયાસથી વિશ્વ માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ આ દિકરીના મદદે પહોચ્યું હતુ.
વિશ્વ માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટના શિક્ષક દંપતી રંજનબેન નાનાલાલ વસાવાએ જૂના બોરભાઠા રેવાદાસભાઈના કુંટુંબની દિકરી લક્ષ્મી સહિત બંને બહેનોની જવાબદારી પણ સ્વીકારી છે. જેમાં રસિકા રેવાદાસ અને આનંદ રેવાદાસ વસાવાનો પણ સમાવેશ થાય છે. જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ ભરૂચ શિક્ષણ વિભાગનાં પ્રયાસથી જૂના બોરભાઠા ગામની લક્ષ્મી હવે અધવચ્ચેથી અભ્યાસ ન છોડવાનો નિર્ધાર વ્યકત કરી પોતાનું સ્વપ્ન પૂરું કરશે. આમ, આ ત્રણેય બહેનોને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે ત્યાં સુધીના તમામ અભ્યાસના ખર્ચની જવાબદારી શિક્ષક દંપતી રંજનબેન નાનાલાલના કુટુંબે ઉપાડી છે. સઘળા અભ્યાસ ખર્ચની જવાબદારી શિક્ષક દંપતીએ ઉપાડતા લક્ષ્મીએ અભ્યાસ ન છોડી પોતાનું સ્વપ્ન પૂરું નિર્ધાર વ્યકત હતો. તેમ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની એક અખબારી યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application