વ્યારાના ડુંગર ગામમાં જીલ્લા એલસીબીના પોલીસ સ્ટાફે દરોડા પાડ્યા હતા. જેમાં વિદેશીદારૂના જથ્થા સાથે બુટલેગર મહેશ ચૌધરીને ઝડપી પાડી બે જણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર તાપી જીલ્લા એલસીબી શાખામાં ફરજ બજાવતા હેડકોન્સ્ટેબલ લેબજીભાઈ પરબતજીભાઈને મળેલ બાતમીના આધારે વ્યારા તાલુકાના ડુંગર ગામના નિશાળ ફળીયામાં રહેતો મહેશભાઇ મકનભાઇ ચૌધરીને ત્યાં દરોડા પાડી ઘરની પાછળ આવેલ ઝાડી-ઝાંખરા વાળી ખુલ્લી જગ્યામાં સંતાડી રાખેલ મહારાષ્ટ્ર બનાવટની ઇમ્પીરીયલ બ્લ્યુ સુપિરીયર ગ્રીન વ્હીસ્કી, હેવર્ડસ-5000 પ્રિમિયમ સ્ટ્રોગ ટીન બિયર, મહારાષ્ટ્ર બનાવટની દેશી દારૂ સુંગધી સંત્રા, દમણ બનાવટની રોયલ સ્પેશ્યલ પ્રિમિયમ વ્હીસ્કી કુલે વ્હીસ્કીની બાટલી તથા બિયર મળી કુલ્લે નંગ-376 જેની કિંમત રૂપિયા 23,850/- નો મુદ્દામાલ સાથે બુટલેગર મહેશ ચૌધરીને ઝડપી પાડવામાં આવ્યો હતો.
તેની વધુ પૂછપરછમાં પકડાયેલ વિદેશીદારૂનો જથ્થો હસનેન ઉર્ફે અબ્દુલ મુસાભાઇ મલેક રહે,ખુશાલપુરા-વ્યારા નાનો આપી ગયેલ અને એમ.ડી.વાઇન શોપ ના મેનેજર/નોકર રહે,નવાપુર જી.નંદુરબર (મહારાષ્ટ્ર) નાઓ પાસેથી દારૂનો જથ્થો લાવ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. આ બનાવમાં હેડકોન્સ્ટેબલ લેબજીભાઇ પરબતજીભાઈની ફરિયાદના આધારે કાકરાપાર પોલીસ મથકે મહેશ ચૌધરી વિરુદ્ધ ગુનો દાખલ કરી બે જણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500