ડેડીયાપાડા પો.સ્ટે. ગુ.ર.નં. ફસ્ટ ૦૫/૨૦૧૫ ઇ.પી.કો.ક્લમ ૩૭૬ તથા પોસ્કો એક્ટ ૪ મુજબના ગુનાના કામનો કેદી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવી રહ્યો હતો અને કોવીડ-૧૯ અનુસંધાને પેરોલ રજા ઉપર છોડવામાં આવેલ જે પેરોલ રજા પુર્ણ થતા પરત જેલ ખાતે હાજર નહિ થતા પેરોલ ઉપરથી ફરાર થતાં ડેડીયાપાડા પો.સ્ટે. બી-પાર્ટ નં. ૬૫૦/૨૦૨૦ પ્રિઝન એક્ટ ૫૧(૧) તથા ૫૧ (બી) મુજબ નો ગુનો નોંધવામાં આવેલ. જે ફરારી કેદીને પકડવા માટે બાતમી મળેલ કે વડોદરા મધ્યસ્થ જેલ ખાતેથી પેરોલ રજા ઉપરથી ફરાર કેદી નામે વિજયસિંહ ઉર્ફે વિજયભાઇ હિમ્મતભાઇ રાજપુત રહે,થાણાફળીયા ડેડીયાપાડા જી.નર્મદા નામનો ફરાર કેદી ડેડીયાપાડા ખાતે છે તેવી ચોક્કસ બાતમી ના આધારે એલ.સી.બી.સ્ટાફના પોલીસ માણસો સાથે ડેડીયાપાડા ખાતે જઇ આ ફરાર કેદીને ઝડપી પાડી ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાયદેસરની કાર્યવાહી કરવા સોંપવામાં આવેલ છે. આમ તિલકવાડા ના એક ફરાર કેદી ને ઝડપી પાડ્યા બાદ હાલ ડેડીયાપાડાના ફરાર વધુ એક ફરાર કેદીને ઝડપી લેતા એલસીબી નર્મદા ની સફળ કામગીરી જોવા મળી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application