ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા ઉકાઈ ડેમમાં પાણીની આવક થતાં સપાટી રૂલ લેવલને પાર કરી ગઈ છે. જે જોતા ડેમના સત્તાધીશો દ્વારા આજે સાંજે 5 કલાકે ડેમના 6 ગેટ 6 ફૂટ ઓપન કરી 77,381 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે,જોકે નીચાણવાળા વિસ્તારોને પહેલાથી જ એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
ઉકાઈ ડેમમાં 91,801 કયુસેક પાણીની આવક નોંધાઈ
મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિત તાપી જિલ્લામાં પડેલા વરસાદને કારણે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. ઉકાઈ ડેમમાં 91,801 કયુસેક પાણીની આવક નોંધાઈ છે.જે બાદ ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. જેના કારણે આજે સાંજે 5 કલાકે સપાટી 333.20 ફૂટ પર પોહચતાં ડેમનું રૂલ લેવલ જાળવવા ડેમ પ્રશાસન દ્વારા ડેમના 22 દરવાજા પૈકી 6 દરવાજા 6 ફૂટ ખોલી તાપી નદીમાં 77,381 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ત્યારે આ પાણીની જાવક જરૂર જણાઈ તો તબક્કાવાર વધારવામાં આવશે એમ અધિકારી દ્વારા જણાવાયું છે. તો બીજી તરફ તાપી નદીમાં પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે.
હથનુર ડેમના 36 ગેટ ફૂલ ઓપન
હથનુર ડેમમાંથી પાણી છોડવાનું ચાલુ જ હોવાથી આગામી દિવસોમાં ઉકાઇ ડેમમાં પાણીની આવક આવતી જ રહેશે. આજે બપોરે ૩ કલાકે હથનુર ડેમની સપાટી 209.210 મીટર નોંધાઈ છે. જેના કારણે ડેમના 36 ગેટ ફૂલ ઓપન કરી તાપી નદીમાં 62,613 કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે,જયારે પ્રકાશા ડેમની સપાટી 107.700 મીટર નોંધાઈ છે. ડેમના 8 ગેટ ફૂલ ઓપન કરી તાપી નદીમાં 97,937 કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500