Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તામિલનાડુનાં મહેન્દ્રગિરીમાં ISRO પ્રોપલ્શન કોમ્પ્લેક્સમાં 240 સેકન્ડમાં L-110G એન્જિનનું સફળતા પૂર્વક પરીક્ષણ

  • April 07, 2023 

ISROએ ગઈકાલે જણાવ્યું હતું કે, ગગનયાન માનવ અવકાશ ઉડાન કાર્યક્રમ હેઠળ L-110G એન્જિનનું લોંગ રેન્જ ટેસ્ટ તામિલનાડુનાં મહેન્દ્રગિરીમાં ISRO પ્રોપલ્શન કોમ્પ્લેક્સમાં 240 સેકન્ડમાં સફળતા પૂર્વક પૂર્ણ થયું છે. આ પરીક્ષણ સાથે તમામ એન્જિન પરીક્ષણો પૂર્ણ થાય છે. વાહન માટે L-110 સ્ટેજ લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ્સ સેન્ટર ખાતે ડિઝાઇન અને તેનું પ્રોડક્શન કરવામાં આવ્યું હતું. તેની એસેમ્બલી અને પરીક્ષણ IPRC ખાતે કરવામાં આવ્યું હતું.






એન્જિનનું નિર્માણ વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર દ્વારા કરવામાં આવ્યું હતું. અગાઉ એસ. સોમનાથે અહેવાલ આપ્યો હતો કે, LVM3 રોકેટ ગગનયાન મિશન માટે જરૂરી પ્રક્ષેપણની જેમ S-200 મોટર દ્વારા સંચાલિત છે. મોટરને ખાસ કરીને ગગનયાન કન્ફિગરેશનને અનુરૂપ બનાવવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે લોકસભામાં આ જાણકારી આપી હતી કે, મિશન ગગનયાનનું લોન્ચિંગ આ વર્ષે મે મહિનામાં કરવામાં આવશે. તેમણે માહિતી આપી હતી કે પ્રથમ પરીક્ષણ રોકેટ મિશન, TV-D1 મે 2023માં સુનિશ્ચિત થયેલ છે, ત્યારબાદ 2024નાં પ્રથમ ક્વાર્ટરમાં બીજું પરીક્ષણ રોકેટ TV-D2 મિશન અને ગગનયાનનું પ્રથમ અનક્રુડ મિશન છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News