અનરાધાર વરસાદના લીધે ગુજરાતના અમુક વિસ્તારની હાલત કપરી બની છે, ત્યારે રાજ્યમાં વાવાઝોડાનો પણ ખતરો મંડરાઈ રહ્યો છે. હવામાન વિભાગે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં સર્જાયેલા ભારે દબાણની સ્થિતિને જોતાં 12 કલાકમાં ઉત્તર-પૂર્વી અરબ સાગરમાં વાવાઝોડાની આશંકા વ્યકત કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રના કેટલાક વિસ્તારોમાં આજે પણ ભારે વરસાદની સંભાવના છે, ત્યારે કચ્છના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે.
જેમાં અબડાસામાં ધોધમાર વરસાદને પગલે લાલા ગામ બેટમાં ફેરવાયું છે. જ્યારે માંડવીમાં ભારે પવન ફૂંકાવવાની સાથે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં મંડરાયેલા વાવાઝોડાથી ભારે પવન ફૂંકાવવાની સાથે સૌરાષ્ટ્ર સહિત કચ્છના તમામ તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અબડાસામાં ધોધમાર વરસાદને પગલે લાલા ગામ બેટમાં ફેરવાયું છે. જેમાં આખા ગામમાં કમર સુધીના પાણી ભરાયા હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
કચ્છના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે માંડવીમાં ભારે પવન ફૂંકાવવાની સાથે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે ભારે વરસાદને કારણે નગરપાલિકાનું બિલ્ડિંગ પાણીમાં ગરકાવ થયું છે. તેવામાં નગરપાલિકાના પાર્કિંગ સહિત મુખ્ય રોડમાં પાણી ભરાતા પાલિકા પાસેની બજારની તમામ દુકાનોમાં પાણી ફરી વળતાં લોકોને ભારે નુકસાન થયું છે. આજે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને મોરબી, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500