કુકરમુંડા તાલુકાના ઉભદ ગામની સીમમાં કેટલાક દિવસથી ખૂંખાર દીપડાએ આંતક મચાવ્યો હતો જે ખૂંખાર દીપડા દ્વારા પશુપાલકોના પાલતું પશુઓનો શિકાર કરીને મારણ ખાધું હોવા અંગે પણ સ્થાનિકો લોકો જણાવી રહ્યા છે. જોકે ખૂંખાર દીપડાના આંતકથી પશુપાલન કરતા પશુપાલકો, ગામજનો, ખેડૂતો તેમજ ખેતી કામ કરતા ખેત મજૂરોમાં ભયનો માહોલ જોવા મળતો હતો. પરંતુ આ ખૂંખાર દીપડો વન વિભાગ દ્વારા મુકવામાં આવેલ પાંજરામાં પુરાતા લોકોઓમાં ભયનો માહોલ દૂર થયો છે.
ઉભદ ગામની સીમમાં દીપડાએ કૂતરાને શિકાર કરીને ફાડી ખાધેલું હોય તેમજ આ વિસ્તારના પશુપાલકોના પાલતુ પશુ જેવા કે બકરાનું પણ શિકાર કરી જતાં સમગ્ર વિસ્તારમાં લોકો, ખેડૂતો, ખેત મજૂરો અને પશુપાલકોમાં ભય માહોલ સર્જાતા ગત દિવસે ઉચ્છલ ખાતે આવેલ વન વિભાગના અધિકારીને ઉભદ ગામની સીમ વિસ્તારમાં ખૂંખાર દીપડાને પકડવા માટે પાંજરું મુકવા અંગે જાણ કરવામાં આવી હતી.
જેથી વન વિભાગ દ્વારા પાંજરું મુકવામાં આવ્યું હતું. જયારે દીપડાને પાંજરે પુરાવવા માટે જીવિત બકરીને પાંજરાની અંદર મૂકવામાં આવી હતી જેથી ખુંખાર દીપડો ખોરાકની લાલચમાં પાંજરામાં મુકેલ બકરીનો શિકાર કરવા જતા આખરે પાંજરે પુરાયો હતો. પાંજરે પુરાયેલા દીપડાને ઉચ્છલ વન વિભાગ દ્વારા કબ્જે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500