Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલ સાર્વજનિક હાઇસ્કુલ ખાતે પરીક્ષા આપવા ગયેલા વિદ્યાર્થીનું અપહરણ- પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ

  • July 28, 2021 

ઉચ્છલ સાર્વજનિક હાઇસ્કુલ ખાતે ધોરણ 10ની રીપીટર પરીક્ષા આપવા ગયેલા સગીરનું કાયદેસરના વાલીપણા માંથી કોઈ અજાણ્યા ઇસમે અપહરણ કર્યું હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે.

 

 

 

 

મળતી માહિતી અનુસાર નિઝરના રૂમકી તલાવ ગામના નિશાળ ફળીયામાં રહેતા કિરણભાઈ દત્તુભાઈ બિરાડે, પરિવાર સાથે રહી ખેતીકામ કરી ગુજરાન ચલાવે છે. પત્ની શારદાબેન થકી તેમને સંતાનમાં એક છોકરો તથા બે છોકરી છે, જેમાં સૌથી મોટો છોકરો નામે સિધ્ધેશકુમાર (ઉ.વ.16 વર્ષ 8 માસ 9 દિવસ)નો છે, તેનાથી નાની છોકરી પ્રીન્સીકાબેન (ઉ.વ.16), ની તથા તેનાથી નાની છોકરી ઋત્વિકાબેન (ઉ.વ.11) ની છે. છોકરો સિધ્ધેશકુમાર ધોરણ 10 માં સાર્વજનિક હાઇસ્કુલ ઉચ્છલ ખાતે અભ્યાસ કરે છે. અને હાલમાં ધોરણ 10ની રીપીટર પરીક્ષા ચાલુ હોય જેથી છેલ્લા પાંચ દિવસથી રોજ ઘરેથી નીકળી રૂમકીતળાવથી બસમાં બેસી ઉચ્છલ સ્કુલે આવતો હતો. અને સ્કુલેથી પરીક્ષા પૂરી કરી ઉચ્છલથી બસમાં બેસી પરત ઘરે આવતો છે.

 

 

 

 

ગઈ તા.26મી જુલાઈ નારોજ સવારે આઠેક વાગે સિધ્ધેશકુમાર અને કિરણભાઈ બિરાડેનો ભાઈ અશોકભાઈ બંને જણા ઉચ્છલ આવવા માટે નીકળેલા અને સિધ્ધેશકુમારને પરીક્ષા કેન્દ્ર પર મૂકી અશોકભાઈ બપોરે પરત ઘરે આવી ગયેલા. જોકે બપોરના ત્રણ વાગ્યા સુધી સિધ્ધેશકુમાર સ્કુલે પરીક્ષા આપી ઘરે પરત આવ્યો ન હોય, જેથી પરિવારજનોએ ઉચ્છલ સાર્વજનિક હાઇસ્કુલ ખાતે તેમજ અન્ય સગા સબંધીઓના ત્યાં શોધખોળ હાથ ધરી હતી તેમછતાં સિધ્ધેશકુમાર નો કોઈ પત્તો નહી લાગતા સિધ્ધેશકુમાર સગીર વયનો હોય કિરણભાઈના કાયદેસરના વાલીપણા માંથી કોઈ અજાણ્યા ઇસમે અપહરણ કરી લઈ ગયો હોવાની ફરિયાદ ઉચ્છલ પોલીસ મથકે નોંધાવી હતી. જેમની ફરિયાદના આધારે પોલીસે તા.27મી જુલાઈ નારોજ બનાવ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application