કાપોદ્રા ચાર રસ્તા પાસે મજુરી માટે ઉભેલી સગીરાને કામ પર લઈ જવાની લાલચ આપી નરાધમે રીક્ષામાં અપહરણ કર્યુ હતુ. ત્યારબાદ નરાધમ તેના પુણાગામ ખાતે આવેલા રૂમમાં લઈ જઈ બળાત્કાર કર્યો હતો. આ બનાવ અંગે કોઈને જાણ કરી તો જાનથી મારી નાંખવાની ધમકી આપી પરત રીક્ષામાં કાપોદ્રા ઉતારી ભાગી ગયો હતો.
પુણાગામ સુર્યનગર સોસાયટીમાં રહેતો લેખરાજ ગુર્જર મજુરી કામ કરે છે. કાપોદ્રા ચાર રસ્તા પાસે મજુરી કામ માટે દરરોજ ઉભો રહે છે. ત્યાં કાપોદ્રા વિસ્તારમાં રહેતી ચાર બહેનો પણ મજુરી કામ માટે ઉભી રહે છે. થોડા દિવસ પહેલા લેખરાજ અને ચારેય બહેનનો સાથે કામ મળ્યું હતું. જેથી એકબીજાની ઓળખાણ થઇ હતી.તે દરમિયાન ગત તા. ૨૮મી ઓગસ્ટના રોજ ચાર બહેનો પૈકી એક બહેન બિમાર હોવાને કારણે તે મજુરી માટે ગઈ ન હતી જયારે બાકીની બહેનો કામ માટે કાપોદ્રા ચાર રસ્તા પાસે ઉભી હતી.. ત્રણ પૈકી અકને કામ નહી મળતા ઘરે આવી ગઈ હતી જયારે એક કામ મળતી ડિંડોલી ગઈ હતી.
તે દરમિયાન ૧૬ વર્ષ ૮ માસની પુજા(નામ બદલ્યું છે)કામ માટે એકલી ઉભી હતી તેનો ફાયદો ઉઠાવી લેખરાજ ગુર્જરને તેના પર દાનત બગાડી હતી.તેની પાસે આવી કામ મળ્યું છે તેને પણ કામ અપાવુ છું હોવાનુ કહી રીક્ષામાં બેસાડી તેની સાથે શારિરીક છેડછાડ કર્યા સીધો તેના પુણાગામ સુર્યનગર સોસાયટીના રૂમમાં લઈ ગયો હતો. ઘરનો દરવાજા બંધ કરી સગીરાને જાનથી મારી નાંખવાની ધમકી આપી તેની સાથે બળજબરીથી બળાત્કાર કર્યો હતો ત્યારબાદ પરત રીક્ષામાં બેસાડી કાપોદ્રા ચાર રસ્તા પાસે ઉતારી નાસી ગયો હતો.
બનાવ અંગે સગીરાએ પરિવારને સમગ્ર હકીકત કહેતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. આ બનાવ અંગે સગીરાએ કાપોદ્રા પોલીસમાં ફરિયાદ નોધાવતા પોલીસે તેની ફરિયાદને આધારે લેખરાજ ગુર્જર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500