નવસારી જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીને પગલે વરસાદ શરૂ છે પરંતુ થોડા દિવસો પહેલા નવસારી શહેરમાં વરસાદ નહીંવત નોંધાયો હતો. પરંતુ વહેલી સવારથી નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામાં માત્ર બે કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો નવસારી શહેર સહિત અન્ય તાલુકાઓમાં પણ વરસાદની શરૂઆત થઈ છે. છેલ્લા અઠવાડિયાથી નવસારી જિલ્લામાં વરસાદે વિરામ લીધો હતો પરંતુ આજથી શરૂ થયેલા વરસાદે ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરાવી છે, વરસાદ કોબતા શહેરમાં ઉખડાટ અને ગરમીનું વાતાવરણ બન્યું હતું. પરંતુ પરિવાર મેઘ મહેર થતા વાતાવરણમાં ઠંડક ફેલાય છે.
વાંસદા તાલુકા સહિત જિલ્લા માટે જીવા દોરી સમાન કેલિયા ડેમ 90 ટકા સુધી ભરાયો છે. સિંચાઈ વિભાગ દ્વારા હાઈ એલર્ટ લેવલ જાહેર કરવામાં આવ્યું છે. ડેમ હાઈ એલર્ટ લેવલ સુધી પહોંચતાં 23થી વધુ ગામોને એલર્ટ રહેવા માટે સૂચના અપવામાં આવી છે. કેલિયા ડેમમાં કુલ 307.37 ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે. કેલિયા ડેમની સપાટી 112.55 મીટર સુધી પહોંચી, સાથે જ ડેમનું ઓવર ફ્લો લેવલ 113.40 મીટર, ડેમ ઓવર ફ્લો થવા માટે માત્ર 0.85 મીટર જેટલો બાકી રહ્યો છે. ડેમનાં કેચમેન્ટ વિસ્તારમાં સારા વરસાદનાં લીધે ડેમમાં પાણીની સારી આવક નોંધાઇ છે. કેલિયા ડેમમાંથી ગણદેવી, વાંસદા અને ચીખલી તાલુકાનાં 23 ગામોને પીવાના અને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે ડેમ ભરાઈ જતા એક વર્ષ ચાલે એટલો જથ્થો ઉપલબ્ધ થયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500