Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉમરપાડા ખાતે રૂા.૨.૬૩ કરોડના ખર્ચે ભગવાન બિરસામુંડા આદિજાતિ સાંસ્કૃતિક ભવનનું ખાતમુહૂર્ત, કેમ્પસમાં લાઇબ્રેરીની પણ વ્યવસ્થા કરવામાં આવશે

  • September 19, 2022 

ગુજરાત આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ઉમરપાડા ખાતે રૂા.૨.૬૩ લાખના ખર્ચે તૈયાર થનારા ભગવાન બિરસામુંડા ભવનનું આદિજાતિ સાંસ્કૃતિક ભવનનું આદિજાતિ વિકાસમંત્રી નરેશભાઈ પટેલના હસ્તે ખાતમુહુર્ત સંપન્ન થયું હતું. આદિજાતિ વિસ્તારમાં નિર્માણ થઇ રહેલા સાંસ્કૃતિક ભવનમાં ૪૦૦ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. તેમજ કેમ્પસમાં લાઇબ્રેરીની પણ વ્યવસ્થા કરવામાં આવશે. કાર્યક્રમમાં સરકારી કન્યા છાત્રાલયની વિદ્યાર્થીઓ દ્વારા નૃત્ય અને આદિવાસી ગીત પર નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું.



         

આ પ્રસંગે મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે, આદિજાતિ વિભાગ દ્વારા આદિવાસી વિસ્તારમાં ભગવાન બીરસા મુંડાની યાદમાં એમના નામથી ઉમરપાડા ખાતે સાંસ્કૃતિક ભવન બનશે. જેનાથી સામાજિક બેઠકો, કાર્યક્રમો માટે અન્ય સ્થળે જવું નહી પડે.વધુમાં મંત્રીએ જણાવ્યું કે, આદિવાસી સમાજનું બાળક પોતાની સંસ્કૃતિ જળવાય રહે અને પોતાના જ વિસ્તારમાં સારી રીતે ઉચ્ચ શિક્ષણ મેળવે માટે સરકારની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે. જો જીવનમાં આગળ વધવું હોય તો શિક્ષણ ખૂબ જરૂરી છે. વિદ્યાર્થીઓને ઉદાહરણ આપતા તેમણે જણાવ્યું કે, દેશના રાષ્ટ્રપતિ એવા દ્રોપદી મૂર્મુજી ગરીબ ઘરમાં અભ્યાસ કરીને શિક્ષિકાની નોકરી મેળવ્યા બાદ રાજકીય ક્ષેત્રમાં આગળ વધી આજે દેશના રાષ્ટ્રપતિ બન્યા છે.



          

આ પ્રસંગે માંગરોળ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું કે, સમાજમાં કોઈપણ કાર્ય કરવું હોય તો સાંસ્કૃતિક ભવન ન હતું અને બેઠક વ્યવસ્થા માટે મંદિર અથવા અન્ય સ્થળોએ બેસવું પડતું હતું હવે બિરસામુંડા સાંસ્કૃતિક ભવનથી આસપાસના વિસ્તારના લોકોને ઘણો લાભ થશે. આદિવાસી વિસ્તારોમાં સિંચાઈનું પાણી પહોચાડવા માટે ૭૫૦ કરોડના ખર્ચે સિંચાઈ યોજનાની કાર્ય ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. જેથી સિંચાઇ વ્યવસ્થા થવાથી લોકોની આવકમાં બમણો વધારો થશે. વડાપ્રધાનશ્રીના જન્મદિન નિમિત્તે મહિલાઓના કેન્સર માટે, આંખની તપાસ માટે મફત આરોગ્ય કેમ્પ બિલવાણ ખાતે આયોજન કરવામાં આવ્યું હોવાનું તેમણે કહ્યું હતું.



         




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application