તાપી જિલ્લાના સોનગઢ સહિતના વિસ્તારોમાં સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા ભાદરવા સુદ ત્રીજ એટલે કે, કેવડા ત્રીજ ની વિવિધ શિવાલયો તેમજ માતાજીના મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત કેવડાત્રીજનું હિન્દુધર્મમાં મહત્વ અને પૌરાણિક વાર્તાનું પણ પઠન કરાયું હતું.
સોનગઢના ઉકાઈ પંથકમાં પણ સિદ્ધેશ્વર મહાદેવ મંદિર સહિતના શીવાલયો તેમજ માતાજીના મંદિરે મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી હતી અને શિવજીની પૂજા અર્ચના કરી સમગ્ર દિવસ ઉપવાસ રાખી કેવડાત્રીજનું વ્રત રાખ્યું હતું. (ફોટો,કલ્પેશભાઈ વાઘમારે-ઉકાઈ)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application