મોદી સરનેમ બદનક્ષી કેસમાં સુરત કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવી 2 વર્ષની કેદની સજા ફટકારી છે. કોર્ટે સજાને 30 દિવસ માટે સસ્પેન્ડ પણ કરી છે, જેથી તે તેમની સામે ઉચ્ચ અદાલતમાં અરજી કરી શકે. જો કે, આ મામલે હવે રાજનિતી પણ શરુ થઈ ગઈ છે. જેમાં નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે.
દિગ્વિજયસિંહે કહ્યું,મોદીના નામ લેવા પર સજા
રાહુલ ગાંઘી ઝૂકશે નહીં મોદીના નામ લેવા પર સજા થઈ છે. તેમ કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે કહ્યું હતું.
રાહુલ ગાંઘી મામલે કેજરીવાલે કહી આ વાત
બિન-ભાજપ નેતાઓ અને પક્ષો પર કાર્યવાહી કરીને તેમને ખતમ કરવાનું ષડયંત્ર છે. કોંગ્રેસ સાથે અમારો મતભેદ છે, પરંતુ રાહુલ ગાંધીને આ રીતે માનહાનિના કેસમાં ફસાવવા યોગ્ય નથી. પ્રશ્નો પૂછવાનું કામ જનતા અને વિપક્ષનું છે. અમે કોર્ટનું સન્માન કરીએ છીએ પરંતુ નિર્ણય સાથે અસંમત છીએ.2019ની લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમ પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે મોદી સરનેમવાળા બધા ચોર છે? સુરતની કોર્ટે સવારે 11 વાગ્યે ચુકાદો આપતાં રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા છે.
સુરતની સીજેએમ કોર્ટમાં પહોંચતા કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. આ પછી કોર્ટે રાહુલ ગાંધીને પૂછ્યું કે તમે શું કહેવા માગો છો, તો રાહુલ ગાંધીએ કહ્યું, હું હંમેશા ભ્રષ્ટાચાર વિરુદ્ધ બોલું છું. હું જાણી જોઈને કોઈની વિરુદ્ધ બોલ્યો નથી. આનાથી કોઈને નુકસાન થયું નથી. જો કે, કોર્ટે જામીન પણ 10 હજારના બોન્ડ પર આપ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500